ગુજરાતમાં આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ: ૧૫ દિવસમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સામે એફઆઇઆર!

ગુજરાતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ અને ડિગ્રી વગરના તબીબો સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યભરમાં છેલ્લા ૧૫ દિવસથી ચલાવવામાં આવેલી ખાસ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ ૩૮ શંકાસ્પદ બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમાંથી ૩૫ સામે હ્લૈંઇ નોંધવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યના કોઈપણ ખૂણે બોગસ ડોક્ટરો નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે તે માટે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, સમગ્ર ગુજરાતમાં આ મેગા ડ્રાઈવ માટે આરોગ્ય વિભાગ દ્વારા ૨૯૮ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સતત ૧૫ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. અમદૃાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ,એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. આ તપાસ દરમિયાન કુલ ૩૮ શંકાસ્પદ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાંથી ૩૫ અનધિકૃત તબીબો સામે હ્લૈંઇ નોંધાવી કાયદૃાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવમાં રાજકોટમાં સૌથી વધુ ૧૭ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં ૯, ગીર સોમનાથમાં ૩ અને સુરેન્દ્રનગરમાં ૨ બોગસ ડોક્ટરો ઝડપાયા હોવાનું જણાવાયું છે. બાકીના વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિઓને ડામવા માટે સરકારના અગાઉના દિશાનિર્દૃેશો અને ઠરાવ મુજબ જિલ્લાવાર ખાસ કમિટીઓની રચના કરવામાં આવી છે.

મેગા ડ્રાઈવ દરમિયાન આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમો દૃરોડા પાડવા પહોંચી ત્યારે કેટલાક શંકાસ્પદૃ તબીબો અગાઉથી જ પોતાના ક્લિનિક અને દવાખાનાં બંધ કરીને જતા રહૃાા હોવાનું પણ તપાસમાં ધ્યાને આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દિવાળી અને તહેવારો બાદ પણ બોગસ તબીબો વિરુદ્ધની ઝુંબેશ વધુ સક્રિય રીતે ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિઓ અટકાવવા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે તપાસ તથા કાયદૃાકીય કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.