
રાજકોટ : રાજકોટના ડેકોરા ગુ્રપના ચિરાગ પટેલનાં જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને કાલાવડ રોડ પરની સરાઝા હોટલમાં દૃા અને હુક્કાની પાર્ટી યોજાઈ હતી. જયાંથી કુલ ૩૮ શખ્સો નશાખોર હાલતમાં મળી આવ્યા હતા. આ કેસમાં હવે હોટલના માલિકની પૂછપરછ કરવાનો પોલીસે નિર્ણય લીધો છે.
તપાસ કરનાર માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ કૈલાએ જણાવ્યું કે ટૂંક સમયમાં હોટલના માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસ હોટલના માલિકને આ પાર્ટી વિશે જાણ હતી કે કેમ તે વિશે માહિતી મેળવવા માગે છે. આ સિવાયના બીજા પ્રશ્ર્નો પણ પોલીસ પૂછે તેવી સંભાવના છે.હોટલમાં આ રીતે દારૂ ની પાર્ટી યોજવા કઈ રીતે સહમતી અપાઈ તેવા સવાલો શઆતથી જ ઉઠી રહૃાા છે. હોટલનું લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની માગણીઓ પણ થઈ રહી છે. જેની સામે પોલીસનું કહેવું છે કે પોલીસ પાસે હવે હોટલના લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની સત્તા જ રહી નથી. એટલે આ બાબતે પોલીસની કોઈ ભૂમિકા રહેશે નહીં.બહુચર્ચીત પાર્ટીમાંથી ૩૩ મહિલાઓ મળી આવી હતી. જેના બ્રેથ એનેલાઈઝર રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પોલીસે સિવિલમાં લઈ જઈ બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા. આ તમામ મહિલાઓને પણ ટૂંક સમયમાં પોલીસ પૂછપરછ માટે તેડું મોકલશે. પાર્ટીમાં સામેલ આરોપીઓ અને અન્યોના હાલ પોલીસ નિવેદૃન લઈ રહી છે.