શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજથી પ્રારંભ થયેલી AIU West Zone Inter-University Womens Table Tennis Tournament 2026નો પૂર્ણાહુતિ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ ટુર્નામેન્ટમાં પશ્ચિમ ઝોનની વિવિધ યુનિવર્સિટીઓની મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓ ભાગ લીધો હતો.
ઉદઘાટન સમારંભના મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા, અતિથિ વિશેષ તરીકે પંચમહાલ એસ.પી. ડો. હરેશભાઈ દુધાત તથા અઈંઞ નિરીક્ષક તરીકે પધારેલ પ્રો. નીરુ મલિક અને સમારંભના અધ્યક્ષ તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા તથા કુલસચિવશ્રી ડો. અનિલભાઈ સોલંકી, મહિલા મહાવિદ્યાલયના આચાર્ય અને શારીરિક શિક્ષણ નિયામક ડો. વિકાસભાઈ પ્રજાપતિ, યુનિ.ના પદાધિકારીઓ, પ્રોફેસરો, વિવિધ કોલેજોના શારીરિક શિક્ષણ નિયામકો, યુનિ. સ્ટાફ તથા વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના પશ્ચિમ ક્ષેત્રમાંથી ૮૫ યુનિવર્સિટીઓની ખેલાડી બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના કૌવતનું પ્રદર્શન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને રમતગમતના ક્ષેત્રમાં શિસ્ત, સમર્પણ, ટીમભાવના તથા રમતગમતની ભાવનાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
પૂર્ણાહુતિ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી કક્ષાની રમતગમતની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. આવી સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, પરસ્પર સહકાર અને રમતગમત પ્રત્યેની સકારાત્મક દૃષ્ટિનો વિકાસ થાય છે. ખાસ કરીને મહિલા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે આવી સ્પર્ધાઓ પ્રેરણારૂપ બને છે.
શારીરિક શિક્ષણ નિયામક ડો. વિકાસ પ્રજાપતિ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.