નસવાડીના રાયસીંગપુરા ગામે સખી મંડળને ટ્રેક્ટર મળ્યું : તાલુકા વિકાસ અધિકારી અજાણ

નસવાડી તાલુકાના રાયસીંગપુરા ગામે જય યોગેશ્વર સખી મંડળને મળેલા ટ્રેક્ટરને લઈને વિવાદ વકર્યો છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 90 ટકા સરકારી સહાયથી આપવામાં આવેલા ટ્રેક્ટર અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સખી મંડળના અધિકારીઓ પણ અજાણ હોવાનું સામે આવતાં સખી મંડળની મહિલાઓએ માજી ઉપપ્રમુખ સાથે TDO સમક્ષ રજૂઆત કરી હતી.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સખી મંડળને ટ્રેક્ટર આપવામાં આવ્યું હતું. મંડળની મહિલાઓને જ તેની જાણ નહોતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા બાદ ટ્રેક્ટર મળ્યાની જાણ થઈ હતી. આ મુદ્દે નસવાડી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ કનુભાઈ ભીલે સતત પૂછપરછ કરી હતી. TDO અને સખી મંડળના અધિકારીઓ પણ અજાણ હોવાનું સામે આવ્યું હતું.

કનુભાઈ ભીલના જણાવ્યા મુજબ, ટ્રેક્ટર માટે અંદાજીત ‚.૨.૮૭ લાખની રકમ મંડળના પ્રમુખે ભરી હોવાનું કહેવાય છે. મંડળના મહિલા મંત્રીને પણ તેની જાણ નહોતી. પ્રમુખ ટ્રેક્ટર પોતાનું હોવાનું જણાવતાં વિવાદ વધ્યો છે. આ બાબતે ઝઉઘ સમક્ષ મહિલાઓએ રજૂઆત કરી હતી. તાલુકા અને જીલ્લા કક્ષાએ સંકલનના અભાવ અંગે સવાલો ઊઠ્યા છે. ટ્રેક્ટરની ફાળવણી અને સહાય અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની માગ ઊઠી છે.

મહિલાઓ દર મહિને રૂ.૧૦૦ ભરે છે, છતાં લાભ મળતો નથી અમે મહિલાઓ દર મહિને રૂ.૧૦૦ ભરીએ છીએ, છતાં આત્મનિર્ભર બનવા માટે કોઈ લાભ મળતો નથી. અમને સિલાઈ મશીન અને અન્ય ચીજવસ્તુઓ મળે તો અમે પગભર બની શકીએ. :- સરોજબેન ભીલ, સખી મંડળનાં મહિલા સભ્ય…

સખી મંડળને અપાયેલાં ટ્રેક્ટરોની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તે જ‚રી છેલ્લા આઠ દિવસથી હું પૂછપરછ કરૂ છું, પરંતુ સરખો જવાબ મળતો નથી. અમારી ભાજપ સરકાર લાભ આપે છે, પરંતુ તાલુકાના અધિકારીઓને જ આ લાભ વિશે જાણ ન હોય તો શું કરવું? અમારા ગામના સખી મંડળને ટ્રેક્ટર આપ્યું હોવાની જાણ પણ મીડિયા અને સમાચારોમાં વીડિયો આવ્યા બાદ થઈ છે. બાકી તેની જાણ ક્યાંથી થાત? કેટલાં ટ્રેક્ટર અને કયાં અપાયાં તેની તપાસ થવી જોઈએ. સખી મંડળમાં ટ્રેક્ટર રહે તો તમામ મહિલાઓને તેનો ફાયદો થશે, એટલું જ કહેવું છે.:- કનુભાઈ ભીલ, માજી ઉપપ્રમુખ, નસવાડી તાલુકા પંચાયત…