
શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ચાલતા વોકેશનલ ટ્રેડ Apparel, Made-Ups & Home Furnishing ( શિવણ વર્ગ) અંતર્ગત શાળાના VT ટ્રેનર હંસાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ ત્રીજી નવેમ્બર મંગળવારે કાલોલની આઈટીઆઈ સંસ્થાની ફિલ્ડ વિઝિટ કરી હતી જેમાં વિદ્યાર્થીઓને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વિવિધ વોકેશનલ ટ્રેડ વિષે સંસ્થાનાં ટ્રેનર્સ દ્વારા મહત્વપૂર્ણ અને સચોટ જાણકારી આપવામાં આવી હતી . વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કોઈ પણ એક સ્કીલ પ્રાપ્ત કરવાથી કેટલો બદલાવ આવી શકે છે તે અંગે માહિતગાર થયા સરકારશ્રી દ્વારા ચાલતાં સ્કીલ ડેવલોપમેન્ટ ના કાર્યક્રમો વિશે જાણકારી મેળવી. આ વિઝિટ થી વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પગભર થઇ શકે અને પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે પ્રેરણા મળી હતી.