સંખેડા તાલુકા પંચાયત કચેરીમાં ફાયર એકિસટગ્વિશ એકસપાયર

સંખેડા તાલુકા પંચાયત કચેરીમાં તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કચેરીમાં આગ જેવી દુર્ઘટનાના સમયે સુરક્ષા માટે લગાવવામાં આવેલું ફાયર એક્સિં્ટગ્વિશર એક્સપાયર થઈ ગયું હોવા છતાં તેનું રિફિલ કરાવવામાં આવ્યું નથી.

નવું સાધન પણ મૂકવામાં આવ્યું નથી. આથી કચેરીમાં આવતા કર્મચારીઓ અને અરજદારોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. સંખેડા તાલુકા પંચાયત કચેરીના પ્રથમ માળે શિક્ષણ શાખા, ખેતીવાડી શાખા અને હિસાબી શાખા આવેલી છે.

અહીં રોજબરોજ અનેક કર્મચારીઓ અને અરજદારોની અવરજવર રહે છે. શિક્ષણ શાખાની બહારની દિવાલ પર ફાયર એક્સિં્ટગ્વિશર લગાવવામાં આવ્યું છે. તેની ઉપયોગની અંતિમ તારીખ ૧૪ જૂન ૨૦૨૬ હતી.

આ તારીખ વીતી ગયાને સાડા ચાર મહિના જેટલો સમય થયો હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા તેનું રિફિલ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી નથી. નવું સાધન વસાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી નથી.

આગ જેવી કટોકટીની સ્થિતિમાં આ સાધન ઉપયોગી ન બને તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. કચેરીમાં સુરક્ષા સાધનોની જાળવણીમાં આવી બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે એક્સિં્ટગ્વિશર રિફિલ કરાવી કાર્યરત કરવામાં આવે તેવી માગ ઊઠી છે.