દે.બારીયા શહેર અને પંથકમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી સાથે શહેરના ઐતિહાસીક દશેરાનો મેળો નવા મનોરંજન પ્લોટ એટલે જેલ બગીચામાં હાલનો મેળો સકશેસ થયો તેવું શહેરીજનોનું કહેવું છે. તેની સરખામણી એ દિવાળીની ખરીદીનો બજારમાં ફિકાસ દેખાઈ રહી છે. સોના-ચાંદીનાભાગ ખૂબ નીચે ગયા હોવા છતાં શહેરના સોના-ચાંદીના વેપારી મિત્રો કહે છે કે, ૨૫ ટકા ધરાકી નથી. અન્ય વેપારીઓના કહેવા મુજબ આ વખતે દિવાળી મીની વેકેશનમાં નોકરીયાતો અને વેપારી વર્ગને વધુ સમય મળ્યો હોવા છતાં ખરીદીમાં ધરખમ ધટાડો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર મધ્યમવર્ગીગ વતનની વાટ પકડી પરિવારો સાથે તહેવારોમાં ખુશી વહેંચણી કરવા માટે તત્પર દેખાય છે. તો તા.૦૮/૧૧/૨૦૧૫ થી તા.૧૫/૧૧/૨૦૨૫ રવિવારને બાદ કરતા તા.૧૪/૧૧/૨૦૨૬ શનિવારે લાભ પાંચમના દિવસે મીની વેકેશન પુરુ થાય છે. પડતર દિવસ અને દિવાળીના પર્વના માંથી બે શનિવાર અને રવિવારો આવતા હોવાથી દિવાળી મીની વેકેશન લંબાયું છે. તો ગુજરાતમાં હરવા-ફરવા જવામાં પ્રમાણ વધ્યું છે.
અઠવાડીયા સુધી સહપરિવાર ગુજરાતમાં ફરવા જવા માટે મોટી ભીડ ઉમટશે તેવું લાગે છે. પરિવાર સાથે દિવાળી મનાવવાનો ટ્રેન્ડ મધ્યમવર્ગમાં હાલના વર્ષોમાં અને ખાસ કરીને જેન-જી માં વધ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.