ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, બોમ્બે હાઈકોર્ટે દિયા મિર્ઝાનો પ્રદૂષણ વિરુદ્ધનો વીડિયો ફરીથી અપલોડ કરવાનો આદેશ આપ્યો

મુંબઈમાં પ્રદૂષણ વિરુદ્ધ મ્સ્ઝ્રના અભિયાનમાં દિયા મિર્ઝાનો સમાવેશ થવાથી વિવાદ થયો હતો. ઘણા ભાજપના નેતાઓએ આ પગલા પર નારાજગી વ્યક્ત કરી હતી. મ્સ્ઝ્રએ સોશિયલ મીડિયા પર દિયા મિર્ઝાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે ફટાકડાના ઉપયોગ અંગે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી હતી. વિવાદ વધ્યા પછી,બીએમસીએ દિયા મિર્ઝાની પોસ્ટ (વિડિઓ) દૂર કરી. બીએમસી મેયરે તેમને બીએમસીમાંથી બ્લેકલિસ્ટ પણ કરી દીધા. જાકે, બોમ્બે હાઈકોર્ટે હવે આ ઘટના માટે ભાજપના નેતાઓને ઠપકો આપ્યો છે અને દિયા મિર્ઝાના વીડિયો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે બીએમસીને દિયા મિર્ઝાનો વીડિયો ફરીથી અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

બોમ્બે હાઈકોર્ટના આદેશ મુજબ, બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા સામે અપીલ કરતો એક વીડિયો બનાવ્યો હતો. મ્સ્ઝ્ર એ આ મુદ્દા પર જાગૃતિ લાવવા માટે આ ઝુંબેશમાં દિયા મિર્ઝાને સામેલ કરી હતી. જાકે,ભાજપ નેતાઓએ વીડિયોનો વિરોધ કર્યા પછી, મ્સ્ઝ્ર એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી વીડિયો દૂર કર્યો.

કેસની સુનાવણી કરતા, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ ડા. નીલા ગોખલેની બેન્ચે કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે જણાવ્યું હતું કે કેટલાક રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલી આવી ટિપ્પણીઓથી તે દુઃખી છે. તેણે જનતાને એ પણ યાદ અપાવ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. હાઈકોર્ટે બીએમસીને સોશિયલ મીડિયા પર દૂર કરાયેલા વીડિયોને ફરીથી અપલોડ કરવાનો આદેશ આપ્યો.

તહેવારો દરમિયાન અવાજ અને વાયુ પ્રદૂષણના મુદ્દા પર દાખલ કરાયેલી સ્વ-મોટુ જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણી અને ન્યાયાધીશ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે અગાઉ નિર્દેશ આપ્યો હતો કે જાહેર ભંડોળ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પર ખર્ચ ન કરવું જાઈએ. કોર્ટે જણાવ્યું હતું કે જાણીતા વ્યક્તિઓએ નાગરિક જાગૃતિ અભિયાનમાં સ્વેચ્છાએ યોગદાન આપવું જાઈએ. કોર્ટના નિર્દેશને અનુસરીને,બીએમસીએ પેઇડ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરવાને બદલે સ્વયંસેવકોનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. આ પ્રયાસના ભાગ રૂપે, બીએમસીએ ઘણી જાણીતી હસ્તીઓનો સંપર્ક કર્યો, જેઓ જાગૃતિ સંદેશાઓ પ્રો બોનો (મફત) રેકોર્ડ કરવા સંમત થયા.