અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અમેરિકી એજન્સીનો ચોંકાવનારો ખુલાસો, ઇલેક્ટ્રીકલ નિષ્ફળતા ક્રેશનું કારણ

અમેરિકાની એક ઉડ્ડયન સુરક્ષા સંસ્થાનો દાવો છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના સંબંધિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજા તપાસ અધિકારીઓને પૂરા પાડવામાં આવ્યા ન હતા. આ તપાસ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નોંધનીય છે કે જૂન ૨૦૨૫ માં થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તપાસકર્તાઓને મોકલવામાં આવેલા એક ઇમેઇલમાં, એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર એડ પીયર્સનએ જણાવ્યું હતું કે તેમને ઘણા ગુપ્ત દસ્તાવેજા મળ્યા છે જે સૂચવે છે કે ઇલેક્ટ્રીકલ નિષ્ફળતા ક્રેશનું કારણ હતી.

એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર એડી પિયરસને તપાસકર્તાઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું છે કે તેમની પાસે એવા ગુપ્ત દસ્તાવેજા છે જે સાબિત કરે છે કે દુર્ઘટના પાછળ મુખ્ય કારણ ‘ઈલેક્ટ્રીકલ ફેલ્યોર’ (વીજળીક ખામી) હતું. પિયર્સનએ જણાવ્યું હતું કે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર, રજિસ્ટ્રેશન વીટી એએનબી વિશેના દસ્તાવેજામાં ઇલેક્ટ્રીકલ સિસ્ટમ સમસ્યાઓનો ઇતિહાસ છતી થયો છે. તેમણે દાવો કર્યો હતો કે વિમાન લાંબા સમયથી શોર્ટ સર્કિટ, ધુમાડો અને વાયરિંગ સમસ્યાઓનો અનુભવ કરી રહ્યું હતું.

એડી પિયરસને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આ વિમાનને તાત્કાલિક ડિઝાઈન મોડિફિકેશન અને સોફ્ટવેર પ્રોટેક્શનની જરૂર હતી, છતાં તેને અવગણવામાં આવ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે એરક્રાફ્ટ એકસીડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરોએ ઘટનાના નવ મહિના પહેલા સુધી કોઈ નક્કર ભલામણ કરી નહોતી. તપાસકર્તાઓએ જાણી જોઈને એવો રિપોર્ટ તૈયાર કર્યો જેથી બધી જવાબદારી પાયલટ્‌સ પર આવી જાય અને ટેકનિકલ ખામીઓને છુપાવી શકાય.

આ ખુલાસા બાદ હવે પીડિત પરિવારો અને એવિએશન ક્ષેત્રના નિષ્ણાતો ફરીથી નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. જો આ દાવા સાચા સાબિત થાય, તો તે એરલાઇન અને વિમાન ઉત્પાદક કંપની માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.