અમદાવાદમાં દુકાનોમાં લાગેલી આગ દોઢ કલાક બાદ કાબૂમાં:જો પાછળ સોસાયટીમાં આગ ફેલાત તો જાનહાનિ થાત; BU-ફાયરસેફ્ટી નથી, રજૂઆત છતાં પગલાં ના લીધાં: રહીશો

અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની દુકાનોમાં લાગેલી આગ દોઢ કલાક બાદ કાબૂમાં આવી છે. હાલ કૂલિંગ પ્રકિયા ચાલુ છે. આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે 2 દુકામાં લાગેલી આગ બે માળના આખા બિલ્ડિંગની 18 દુકા સુધી પહોંચી ગઈ હતી.

શહેરના વિરાટનગર વિસ્તારમાં વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પ્લેક્સમાં આવેલી ઓઈલની દુકાનમાં ભીષણ આગ લાગતાં આસપાસની કુલ 18 જેટલી દુકાનો ચપેટમાં આવી ગઈ હતી. વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની પાછળના ભાગે શ્રી ઓમ સોસાયટી નામની રહેણાક સોસાયટી આવેલી છે, જેમાં 43 જેટલા મકાનો આવેલાં છે.

આ સોસાયટીમાં જવા માટે ગેટ કોમ્પ્લેક્સમાંથી જ નીકળે છે. આ ગેટના 50 ફૂટ દૂર જ ઓઈલની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જો સોસાયટીના ગેટ પાસેની દુકાનમાં આગ લાગી હોત તો સોસાયટીના એકપણ વ્યક્તિ બહાર ન નીકળી શકી હોત એવી સ્થિતિનું નિર્માણ થયું હોત અને લોકોના જીવ પણ જોખમમાં મુકાઇ જાય એવી સ્થિતિ નિર્માણ થતાં રહી ગઈ હતી.

સોસાયટીનાં 8 મકાને પણ અસર કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, જેના કારણે સોસાયટીના પાછળના ભાગે આવેલાં 8 જેટલાં રહેણાક મકાનોને પણ અસર થઈ છે. સોસાયટીના ઉપરના ભાગેથી પણ ફાયરબ્રિગેડના જવાનોને આગ બુઝાવવાની કામગીરી કરવી પડી હતી. 8 મકાના રહીશોને પણ ઘરથી બહાર જતું રહેવું પડ્યું હતું.

BU કે ફાયર સેફ્ટી નથી, રજૂઆત છતાં કોર્પોરેશને પગલાં ના લીધાં: સ્થાનિક સ્થાનિક રહેવાસી રાહુલભાઈએ જણાવ્યું હતું કે વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ આખું ગેરકાયદે છે. કોઈપણ પ્રકારની બીયુ પરમિશન કે ફાયર સેફટી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ આ તમામ બાબતોનું ધ્યાન રાખી પગલાં લેવાં જોઈએ, પરંતુ કોઈપણ પ્રકારનાં પગલાં કોર્પોરેશન તરફથી લેવામાં આવ્યાં નથી. આ બાબતે રજૂઆત કરવા છતાં પણ કેમ પગલાં નથી લેવાયાં. આ દુર્ઘટના સવારના સમયે બની છે, જો રાત્રિના સમયે દુર્ઘટના બની હોત તો જાનહાનિ સર્જાઈ હોત. સોસાયટીના પાછળના ભાગે રહીશો રાત્રે કેવી રીતે બહાર નીકળી શકત, નાના છોકરા સાથે લોકો રહે છે.

‘જે ઓઇલની દુકાનમાં આગ લાગી છે એે ગેરકાયદે વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું’ જે ઓઇલની દુકાનમાં આગ લાગી છે એે ગેરકાયદે રીતે વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું છે. તે ઓઇલનો જથ્થો કેટલો લાવતો હતો, ક્યાંથી લાવતો હતો એની કોઈ હિસાબ કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવી નથી. આ દુર્ઘટના રાત્રે બની હોત તો કોઈનું કુટુંબ પણ બરબાદ થઈ ગયું હોત. આ તમામ બાબતે તંત્રએ ધ્યાન રાખવાની જરૂરિયાત હતી.

આગ લાગવાનું કારણ ઓઇલનો ડેપો છે: સ્થાનિક દુકાનદાર પંકજભાઈ મિશ્રા નામના દુકાનદારે જણાવ્યું હતું કે ઓઇલની દુકાનની બાજુમાં જ મારી ઓફિસ આવેલી છે. આગ લાગવાનું કારણ ઓઇલનો ડેપો આવેલો છે. ગેરકાયદે રીતે ગમે ત્યાંથી ઓઇલ લાવીને વેચતો હતો. ઓઇલની માત્રામાં વધારો છેલ્લા બે મહિનાથી કરી રહ્યો હતો. તેને સમજાવવામાં આવ્યો હતો છતાં પણ માન્યો નહોતો અને એનું આ પરિણામ જોવા મળ્યું છે. રાત્રે બધું ઓઈલ લાવતો હતો અને દિવસે એનું વેચાણ કરતો હતો. અમુક રિટેલરો ઓઇલ અહીંથી આવીને લઈ જતા હતા.

આશરે 10 લાખનું નુકસાન થયું હશે: દુકાનદાર મુકેશભાઈ નામના દુકાનદારે જણાવ્યું હતું કે મારી પહેલા માળે દુકાન આવેલી છે. એમ્બ્રોઈડરીની દુકાન છે અને ઉપર ઘણો બધો માલ પડેલો હતો. ઘણુંબધું નુકસાન થયું છે. આશરે દસેક લાખ જેટલું નુકસાન થયું હશે, પરંતુ હવે અમે ઉપર જઈશું ત્યારે ખબર પડશે કે કેટલું મોટું નુકસાન થયું છે.

જ્યાં આગ લાગી એ વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ 30થી 35 વર્ષ જૂનું: DyMC ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ આશરે 30થી 35 વર્ષ જૂનું છે છતાં પણ આ કોમ્પ્લેક્સ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ.

આગ સંપૂર્ણ કાબૂમાં 50 જેટલા ફોમ કેરબાનો ઉપયોગ કરી દોઢ કલાકની ભારે જહેમત બાદ આખરે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાઈ હતી.

સિવિલ ડિફેન્સના માણસોને સાથે રાખી કોમ્પ્લેક્સમાં તપાસ આગ કાબૂમાં આવ્યા બાદ સિવિલ ડિફેન્સના માણસોને સાથે રાખી ફાયરના જવાનોએ કોમ્પ્લેક્સમાં જઈ કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં એ અંગે તપાસ કરી હતી.

ફોમ બહાર ન નીકળે એે માટે કોથળામાં માટી ભરીને મુકાયા આગ બુઝાવવા માટે જે ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ બહાર ન નીકળે એના માટે બાજુની સોસાયટીમાં જે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાંથી માટી કોથળામાં ભરી લાવીને મૂકવામાં આવી હતી.

આગની ઘટના દરમિયાન અમદાવાદ કોર્પોરેશન-ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓની લાલિયાવાડી આગની ઘટના દરમિયાન અમદાવાદ કોર્પોરેશન અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓની લાલિયાવાડી પણ સામે આવી હતી. અમદાવાદના પૂર્વ ઝોનની ઓફિસ વિરાટનગર બ્રિજ પાસે જ છે અને માત્ર 100 મીટરના અંતરે ઓફિસ આવેલી છે છતાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી મોડે સુધી ઘટનાસ્થળ પર પહોંચ્યા નહોતા. પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર પોતે ફાયર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોવા છતાં પણ ઘટનાસ્થળ પર મોડે સુધી પહોંચ્યા નહોતા. તો ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ તાત્કાલિક પહોંચ્યા નહોતા.

વિકરાળ આગને કારણે શ્રી ઓમ સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની પાછળના ભાગે શ્રી ઓમ સોસાયટી આવેલી છે, જેથી રહેણાક વિસ્તારમાં આગ ન લાગે એ માટે ફાયરબ્રિગેડની ટીમે પાછળના ભાગેથી પણ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગને કારણે રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

ફાયરબ્રિગેડના જવાનોને આગની ઝાળ ન લાગે એ માટે તેમની પર પાણીનો છંટકાવ સતત કામગીરી દરમિયાન ફાયરના જવાનોને આગની ઝાળ ન લાગે અને ગરમી ન થાય એ માટે તેમની પર પણ ફાયરના જવાનોએ પાણીનો છંટકાવ કર્યો હતો.

બેકાબૂ આગ પર પાણી ને ફોમનો મારો ચલાવી કાબૂમાં લીધી ઓઇલની દુકાનમાં લાગેલી આગ સવા કલાકથી વધુ સમય સુધી કાબૂમાં આવી નહોતી. ફાયરના જવાનોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ફાયરના જવાનોએ ગજરાજ ટેન્કરમાં લાગેલી આગ કાબૂમાં લીધી આગનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરના વાહન ગજરાજ ટેન્કરમાં ટાયરના નીચેના ભાગે આગ લાગી હતી. એને બાદમાં જવાનોએ પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધી હતી.

વિરાટનગર પરનો ઓવરબ્રિજ બંધ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં નારોલથી નરોડા તરફ જતા વિરાટનગર ઓવરબ્રિજ બંધ કરવો પડ્યો હતો. પોલીસ-ફાયરબ્રિગેડે વિરાટનગર બ્રિજ પર લોકોને ના આવવા માટેની સૂચના આપી હતી. વાહનચાલકોને BRTS કોરિડોરમાં ડાઇવર્ટ કરાયા હતા.

આગની ઘટનાને લઈને ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ માહિતી આપી

આગ સંપૂર્ણ કાબૂમાં, કૂલિંગ પ્રક્રિયા શરૂ

50 જેટલા ફોમ કેરબાનો ઉપયોગ કરી દોઢ કલાકની ભારે જહેમત બાદ આખરે આગને હાલ સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવાઈ છે. હાલ કૂલિંગ પ્રક્રિયા ચાલી રહી છે.

DYMC, ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા

પૂર્વ ઝોન અને ફાયર બ્રિગેડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર તેમજ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.

સિવિલ ડિફેન્સના માણસોને સાથે રાખી કોમ્પ્લેક્સમાં તપાસ

સિવિલ ડિફેન્સના માણસોને સાથે રાખી કોમ્પ્લેક્સમાં કોઈ પણ વ્યક્તિ અંદર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટી નથી અને દુકાનમાં ઓઇલના મોટા જથ્થાનો સંગ્રહ

શ્રી ઓમ સોસાયટી આગળ આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં દુકાનોમાં રખાયેલો જથ્થો ગેરકાયદે હોવાનો સોસાયટીના રહીશોનો આક્ષેપ છે. કોમ્પ્લેક્સમાં ક્યાંય ફાયરસેફટી નહીં અને ઓઇલનો મોટો જથ્થો મૂક્યો હતો. દુકાનમાલિકે દુકાનમાં જ ભોંયરું બનાવી ઓઈલનો સંગ્રહ કર્યો હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.

કોમ્પલેક્સના બંને માળની 18 દુકાનોને અસર

વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 18 જેટલી દુકાનોને અસર થઈ છે. બે માળના કોમ્પ્લેક્સમાં બંને માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી.

એક કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ ઓઈલની દુકાનમાં લાગેલી આગ હજી સુધી કાબૂમાં આવી નથી.

અત્યાર સુધી ફોમના 20 કેરબાનો ઉપયોગ કરાયો

આગ કાબૂમાં લેવા માટે ફોમના કેરબા ફાયર એમ્બ્યુલન્સની ગાડીમાં લાવવામાં આવી રહ્યા છે. 20 જેટલા કેરબાનો અત્યાર સુધી ઉપયોગ કરી લેવામાં આવ્યો છે.

ફોમ બહાર ન નીકળે તે માટે કોથળામાં માટી ભરીને મૂકાયા

આગ બુઝાવવા માટે જે ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બહાર ન નીકળે તેના માટે બાજુની સોસાયટીમાં જે બાંધકામ ચાલી રહ્યું છે તેની માટી કોથળામાં ભરીને લાવવામાં આવી રહી છે અને મૂકવામાં આવે છે જેથી ફોમ બહાર નીકળે નહી.

ઝોન 5 DCP-ACP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળ પર

પહોંચ્યો છે અને હાલ ટ્રાફિક તેમજ લોકોને ઘટનાસ્થળ પરથી દૂર જવા માટે કહી રહ્યા છે

100 મીટરના અંતરે પૂર્વ ઝોનની ઓફિસ છતાં DYMC પહોંચ્યા નથી

અમદાવાદના પૂર્વ ઝોનની ઓફિસ વિરાટનગર બ્રિજ પાસે જ છે અને માત્ર 100 મીટરના અંતરે ઓફિસ આવેલી છે છતાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા નથી. પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર પોતે ફાયર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોવા છતાં પણ હજી ઘટનાસ્થળ પર પહોંચ્યા નથી.

કોમ્પ્લેક્સમાં ઓઇલની દુકાનમાં ભીષણ આગ હજી સુધી કાબૂમાં આવી શકી નથી. આગ સતત વધી રહી છે.

ઓઇલની દુકાનમાં લાગેલી આગ કાબૂમાં લેવા ફોમના કેરબા લાવવામાં આવ્યા.

ઓઇલની દુકાનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફોમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવા માટે ફોમના કેરબા લાવવામાં આવી રહ્યા છે.

50 મિનિટથી એક જ દુકાનમાં લાગેલી આગ કાબૂમાં લેવા પ્રયાસ

છેલ્લા 50 મિનિટથી એક જ દુકાનમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. ફાયરબ્રિગેડના 6થી 8 જવાનો પાણી અને ફોમ બંનેનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.

ફાયરબ્રિગેડના જવાનોને આગની જાળ ન લાગે અને ગરમી ન થાય તેના માટે તેમની પર પાણીનો છંટકાવ

કોમ્પ્લેક્સમાં દુકાનમાં આગ લાગી છે જેને બુઝાવવા ફાયર બ્રિગેડની ટીમ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ફાયરબ્રિગેડના જવાનોને આગની જાળ ન લાગે અને ગરમી ન થાય તેના માટે તેમની ઉપર પણ ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

એક દુકાનમાં આગ કાબૂમાં નથી આવતી

કોમ્પ્લેક્સમાં એક ઓઇલની દુકાન આવેલી છે જેમાં ખૂબ જ ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની ટીમ છેલ્લી 40 મિનિટથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગ કાબૂમાં આવી રહી નથી.

ફાયરના જવાનોએ ગજરાજ ટેન્કરમાં લાગેલી આગ કાબૂમાં લીધી

ફાયરબ્રિગેડના ગજરાજ ટેન્કરમાં આગ લાગી હતી જેથી ફાયરબ્રિગેડના જવાનોએ તરત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના એક વાહનમાં પણ આગ

  • અમદાવાદ ફાયર બ્રિગેડના એક વાહનમાં પણ આગ લાગી છે. ફાયરબ્રિગેડના ગજરાજ ટેન્કરમાં ટાયરમાં નીચે આગ લાગી હતી.