મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવતા બાલાસિનોરથી ઓથવાડ સુધીના મુખ્ય રસ્તાની કાયાપાલટ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ(રાજય)દ્વારા મહત્વકાંક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પ્રોજેકટ હેઠળ રસ્તાનુ વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કરવામાં આવશે. આ માર્ગ ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથક સાથે જોડતો હોવાથી તેના સુધારાથી સ્થાનિક નાગરિકોની પરીવહન સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. અને તેઓને વધુ સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે. આ કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં ગુણવત્તા યુકત રીતે પુર્ણ થાય તે માટે વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સુધારેલો માર્ગ સ્થાનિક કૃષિ પેદાશો અને અન્ય માલસામાનને બજાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. જે આ વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે.