અભિનેત્રી અનુષ્કા શર્મા આરસીબીની મેચ દરમિયાન ભગવાનનું નામ લેતી જોવા મળી

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર વિરાટ કોહલીની મેચ માટે સૌથી મોટી ચીયરલીડર બની છે. ગુજરાત ટાઇટન્સ સામેની આઇપીએલ મેચ દરમિયાન અભિનેત્રી આગળની હરોળમાં બેઠી, તેના પતિ અને તેની ટીમ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઉત્સાહપૂર્વક ચીયર કરતી જાવા મળી હતી.

તેના પતિ માટે ઉત્સાહ વ્યક્ત કરવા ઉપરાંત, અનુષ્કા ટીમની જીત માટે પ્રાર્થના કરતી પણ જાવા મળી હતી. મેચ દરમિયાન અભિનેત્રી મંત્રોચ્ચાર કરતી જાવા મળી હતી. તેના મંત્રોચ્ચારના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સ્ટેન્ડમાંથી મેચ જાતી વખતે, અભિનેત્રી તેની આંગળીમાં મંત્રોચ્ચાર કાઉન્ટર રિંગ પહેરેલી જાવા મળી હતી. એક સમયે, અનુષ્કા હાથ જાડીને પ્રાર્થના કરતી પણ જાવા મળી હતી.

આ ફોટા અને વિડીયો જાઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. અનુષ્કાના ફોટા પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું, “જુઓ તે આરસીબી માટે કેવી પ્રાર્થના કરી રહી છે.”

બીજા યુઝરે ટિપ્પણી કરી, “અનુષ્કા શર્મા સંપૂર્ણ ભક્તિથી મંત્રોચ્ચાર કરી રહી હતી, પરંતુ તેમ છતાં વિરાટ કોહલી અડધી સદી પૂર્ણ કરી શક્યો નહીં.”રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ ગુજરાત ટાઇટન્સને ૯૨ રનથી હરાવીને સતત બીજી વખત આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ કર્યો.