છોટાઉદેપુર જિલ્લામાં ધમધમતા ગેરકાયદે રેતી ખનન સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાવીજેતપુર તાલુકાના વાંકોલા ગામે મોટાપાયે થઈ રહેલા બિનઅધિકૃત રેતી ખનન સામે ગ્રામજનોએ અવાજ ઉઠાવી હલ્લાબોલ કર્યા બાદ આખરે ઉંધતા ઝડપાયેલા વહીવટી તંત્રને ભાન આવ્યુ છે. અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક તપાસનો દોૈર શ કરવામાં આવ્યો છે.
વાંકોલ ગામે નદી પટમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનોએ સ્થળ પર પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોના આક્રોશને પગલે છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગની ટીમને તાત્કાલિક ધટના સ્થળે બોલાવી હતી. ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પર પહોંચ્ીને ગેરકાયદે ખનનમાં સંડોવાયેલુ હિટાચી મશીન તેમજ હાઈવા ડમ્પર સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને સમગ્ર વિસ્તારની વિગતવાર માપણી અને તપાસ હાથ ધરી હતી. તંત્ર દ્વારા સ્થળ તપાસ દરમિયાન એ બાબતની ચોકકસ ગણતરી રહી હતી કે, સ્થળ પરથી કેટલા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખોદીને લઈ જવામાં આવી છે. હવે જોવાનુ એ રહેશે કે, તપાસના અંતે સામે આવનાર ચોરીના આંકડા મુજબ કસુરવારો સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કેવા પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.