લુટારૂઓએ કમર પટ્ટા વડે માર મારી રૂપિયા એક લાખ ઉપરાંતની ચીજ વસ્તુઓ લૂંટી લીઘી.
રાતના સમયે છોકરીના અવાજમાં ફોન પર મીઠી મીઠી પ્રેમ ભરી વાતો કરી ચાર અજાણ્યા લૂંટારૂંઓએ મળવા બોલાવતા, છોકરી સાથે એશ કરવાની લાલચમાં મળવા માટે દોડી ગયેલા સુખસર તાલુકાના પીપલાણા ગામના 21 વર્ષીય યુવાન તથા તેના બે મિત્રોને તે લુટારૂઓએ ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી, કમર પટ્ટા વડે માર મારી, ચાંદીના બે ભોરિયા રોકડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી રૂપિયા એક લાખ ઉપરાંતની ચીજ વસ્તુઓ લૂંટી લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયાની બનેલી ચકચારી કેસમાં ઘટનાની પોલીસ ફરિયાદ માર અને લૂંટનો ભોગ બનેલા યુવાને દસ દિવસ બાદ ગઈકાલે નોંધાવ્યાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુખસર તાલુકાના પીપલારા ગામે મંદિર ફળિયામાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા 21 વર્ષીય ધનશ્યામભાઈ દિનેશભાઈ ગરાસીયાના મોબાઈલ ફોન પર ગત તારીખ 12-11-2025 ના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યાના સુમારે ચાર જેટલા અજાણ્યા વ્યક્તિઓએ છોકરી તરીકે છોકરીના અવાજમાં મીઠી મીઠી પ્રેમ ભરી વાતો કરી અને વાંસિયાકુઈ ગામે રોડ પર મળવા માટે બોલાવ્યો હતો. જેવી ધનશ્યામભાઈ ગરાસીયા છોકરી સાથે એશ કરવાની લાલચમાં પોતાના અન્ય બે મિત્રોને પણ સાથે લઈ રાતના સમયે વાસીયા કુઈ ગામે રોડ પર ગયા હતા તે વખતે ત્યાં ધનશ્યામભાઈ ની રાહ જોઈને ઉભેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ ઘનશ્યામભાઈ તથા તેની સાથેના અન્ય બે મિત્રોને પકડી પાડી, બૂમો પાડશો તો જાનથી મારી નાખીશું તેવી ધાક ધમકીઓ આપી ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી કમર પટ્ટા વડે માર મારી ધનરવામભાઈ ગરાસિયાના જમણા હાથમાં પહેરેલ રૂપિયા પ0 હજારની કુલા અઢીસો અઢીસો ગ્રામ વજનના ચાંદીના બેભોરીયા (કડા), ધનશ્યા ના ખિસ્સામાંથી રૂપિયા 300/- ની રોકડ, એટીએમકાર્ડ- આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે સાથેનું પર્સ તેમજ ત્રણે જણા મળી રૂપિયા 50 હજારની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-રૂપિયા 1,00,300/-ની ચીજ વસ્તુઓ બળજબરીપૂર્વક કઢાવી લઇ ગયા હતા. આ સંબંધે પોલીસે આગળ તપાસ હાથ ધરી છ