સંખેડાના ચંદાનગર દૂધ મંડળીના વાર્ષિક હિસાબો તથા યોગ્ય બોનસ ન અપાતાં નારાજગી

સંખેડા તાલુકાના ચંદાનગર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબો તથા યોગ્ય બોનસ ન આપતા નથી. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરવા સ્થાનિકો દ્વારા બરોડા ડેરીના એમ.ડી. ને લેખિત રજૂઆત કરાઇ છે.

ચંદાનગર ગામના ગામના હસનભાઈ સહિત સ્થાનિકો દ્વારા બરોડા ડેરીના એમડીને કરાયેલી લેખિત રજૂઆત મુજબ ચંદાનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કેટલાલ સભાસદો વ્યવસ્થાપક મંડળીના સભ્યોને તેમજ દૂધ ભરતા સભાસદોને ઠરાવ બુકમાં કરેલા ઠરાવો બતાવતા નથી. જ્યારે મંત્રીને હિસાબ બાબતે પ્રશ્ર્ન કરવામાં આવે છે. ત્યારે મંત્રી પોતાની મનમાની કરી જવાબ આવતા નથી અને જે સભાસદો મીટીંગમાં હાજર ના હોય તેમના ઘરે ઘરે જઈ અંગુઠા પડાવી લે છે.

30 સપ્ટેમ્બરે સાધારણ સભા રાખી હતી. જે એજન્ડા પણ મંત્રીએ 30 સપ્ટેમ્બરના સવારમાં મંડળીની ઓફિસે લગાવેલા એજન્ડામાં તારીખ લખેલી નહોતી અને એજન્ડામાં કોઈપણ પ્રકારના કામો દર્શાવ્યા નહોતા. વાર્ષિક સાધારણ સભાની મીટીંગમાં મંત્રીએ કોઈપણ હિસાબ બતાવ્યા વિના સર્વાનો મતે મંજૂર છે, એવું બોલેલ અને હિસાબો માંગતા દસ દિવસ બાદ વ્યવસ્થાપક કમિટીના સભ્યો,દૂધ ભરતા સભાસદોને આપીશું તેવું જણાવ્યું હતું.