દે.બારીઆના કાપડી વિસ્તારમાં મકાનમાંથી બે જીવતા ગોૈવંશ અને ૩૭૦ કિલો ગોૈમાંસ સાથે બે ઈસમોને ઝડપ્યા

દે.બારીઆ શહેરના કાપડી વિસ્તારમાંથી બે જીવતા ગોૈવંશ તેમજ ૩૭૦ કિલો શંકાસ્પદ માંસના જથ્થા સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ શહેરના કાપડી વિસ્તારમાં ગેરકાયદે ગોૈવંશ કતલ કરાતુ હોવાની બાતમીના આધારે પોલીસે કાપડી ફળિયામાં રહેતા ઈબ્રાહિમ આદમ કમાલવાળાના રહેણાંક મકાનમાં રેઈડ કરી તપાસ હાથ ધરતા, ધરમાંથી ગોધરાનો ઈસ્માઈલ હુસેૈન ભટુક અને દે.બારીઆનો અરબાઝ કૈયુમ પટેલ કુહાડી અને છરાથી ગોૈમાંસ કાપતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી પોલીસે આશરે ૩૭૦ કિલો ગોૈમાંસ, હથિયારો, ત્રાજવુ, વજનિયા, મોબાઈલ, કાર સહિત કુલ ‚.૨.૨૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે મકાનની બાર ધાસચારા અને પાણી વગર બાંધેલા બે ગોૈવંશને મુકત કરાવી મુરલીધર ગોૈશાળામાં મોકલી આપ્યા હતા. પોલીસે પશુચિકિત્સકને સ્થળ ઉપર બોલાવી ગોૈમાંસના ત્રણ નમુના લઈ એફએસએલ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બાકીના ગોૈમાંસનો જથ્થો પંચોની હાજરીમાં ખાડો ખોદી નાશ કરાયો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ઈબ્રાહિમ આદમ કમાલવાળાને વોન્ટેડ જાહેર કરી પ્રાણી ક્રુરતા અધિનિયમ, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.