નગવાવ ગામના ૨૫ વર્ષીય યુવાને ખાખરાના ઝાડ પર ઓઢણી વડે ગળેફાંસો ખાઇ જીવતર ટૂંકાવ્યું.
કોઈ અગમ્ય કારણોસર ઘરેથી કોઈને કહ્યા વગર નીકળેલ દેવગઢબારિયા તાલુકાના નગવાવ ગામના ડુંગરી ફળિયાના ૨૫ વર્ષીય યુવાનની લાશ સાદરા ગામના જંગલમાં ખાખરાના ઝાડ પર ઓઢણી વડે ગળો ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતાં ચક્ચાર મચી જવા પામી છે.
પ્રાપ્તવિગત અનુસાર દેવગઢબારીયા તાલુકાના નગવાવ ગામના ડુંગરી ફળિયામાં રહેતા સુમિત્રાબેન જુવાનસિંહ પસિંહ પરમારનો પુત્ર ૨૫ વર્ષીય હિતેશભાઈ જુવાનસિંહ પરમાર પરમદિવસ તારીખ ૨૯-૧૦-૦૨૬ના રોજસવારના દસેક વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ક્યાં ચાલ્યો ગયો હતો. જેની પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને શોધખોળ દરમિયાન ગઈકાલે એટલે કે તારીખ ૩૦-૧૦-૨૦૨૬ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે હિતેશભાઈ જુવાનસિંહ પરમારની લાશ સાદરા ગામના જંગલમાં ખાખરાના ઝાડ પર ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી. આ અંગે મરણજનાર હિતેશભાઈ પરમારની માતા સુમિત્રાબેન જુવાનસિંહ પરમારે સાગટાળા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા સાગટાળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને મરણ જનાર હિતેશભાઈ પરમારની લાશને ગ્રામજનોની મદદ લઈ ખાખરાના ઝાડ પરથી ઉતારી લાશનો કબજો લઈ પંચો બ લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને દેવગઢબારિયા સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.