
આજરોજ કદવાલ પોલીસ સ્ટેશન ખાતે કદવાલ તાલુકાની સમડી પ્રાથમિક શાળા અને જામ્બા પ્રાથમિક શાળાના શિક્ષકો અને લગભગ ૧૦૦ વિદ્યાર્થીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાતનો મુખ્ય હેતુ બાળકોના મન માંથી પોલીસનો ડર ઓછો કરવાનો હતો. આ ઉપરાંત, તેમને સાઇબર ક્રાઈમ અને મોબાઈલ OTP દ્વારા થતા ફ્રોડ વિશે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને રાયફલ અને બંદૂક પણ બતાવવામાં આવી હતી. આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ મુલાકાતમાં ભાગ લીધો હતો.