મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંદરા ગામે ત્રણ મકાનોમાં આગ લાગી હતી. આ આગની ધટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
ઊંદરા ગામના શેરા ફળિયામાં રાત્રિના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ધટનામાં શેરા ફળિયાના ત્રણ રહેણાંક મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં ધરમાં રાખેલ તમામ ધરવખરી બળીને ખાખ થઈ જવા પામી છે. ધટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર્સની ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ જાણી શકાયુ નથી.