સંતરામપુરમાં રવાડી મેળામાં જાહેર સુવિધા ખાડે ગઈ : શોૈચાલયની સુવિધા નહિ

સંતરામપુર ખાતે પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત રવાડીનો મેળો એ સમગ્ર પંથક માટે આસ્થા, ઉત્સાહ અને લોક સંસ્કૃતિનો પ્રતિક છે. આ વર્ષે પણ મેળામાં હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો, શ્રદ્ધાળુઓ, અને બહારગામથી આવેલા નાના-મોટા વેપારીઓ ઉત્સાહભેર જોડાયા છે. તહેવારના આ માહોલમાં નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા મેળો સફળ બને તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ મેળાના દિવસો દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડવાના કારણે જાહેર સુવિધાઓ પર ભારે દબાણ સર્જાયુ છે.

નગરના મુખ્ય વિસ્તારમાં આવેલુ જાહેર શોૈચાલય ટેક્નિકલ ખામી અને લાઈન બ્લોક થઈ જવાના કારણે હાલ બંધ હાલતમાં છે. શોૈચાલની પાછળ ડ્રેનેજ પાઈપમાં લીકેજ થતાં ગંદકીનો નિકાલ અટવાયો છે. જેનાથી દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની શકયતા સેવાઈ રહી છે. સુખી નદીના કિનારે રોકાયેલા બહારગામના વેપારીઓ અને મુલાકાતીઓને શોૈચાલય બંધ હોવાથી નાછુટકે ખુલ્લામાં જવુ પડે છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ નગરને સ્વચ્છ અને રોગમુકત રાખવા માટે જાહેર શોૈચાલયોની સુવિધા સુચા‚ રહે તે અત્યંત જ‚રી છે. સ્થાનિક નાગરિકો અને મેળામાં આવેલા વેપારીઓની આશા છે કે, નગરપાલિકા તંત્ર દ્વારા આ ગંભીર બાબતને તાકિદે ધ્યાને લઈ બ્લોક થયેલી લાઈનોનુ સમારકામ કરવામાં આવે. અથવા હંગામી ધોરણે મોબાઈલ શોૈચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી આશા સાથે માંગ કરી છે.