કડાણા તાલુકાની કાજળી ગ્રામ પંંચાયતમાં વિકાસના કેટલાક સીમાચિહ્નો સ્થાિ૫ત થયા હોવા છતાં પાયાની ગંભીર સમસ્યાઓ વહીવટી તંત્રની ઉદાસીનતા ખુલ્લી પાડે છે. ગામમાં ૬૬ કે.વી.સબ સ્ટેશન હોવાથી વીજ પુરવઠો અને શેરી લાઈટોની ઉત્તમ સુવિધા છે. સાલિયાબીડ ખાતે હાઈમાસ્ટ ટાવર મુકાતા રાત્રિના સમયે આસપાસના ૭ ગામોના મુસાફરોને મોટી રાહત મળી છે. પરંતુ બીજી તરફ સ્થાનિક માર્ગોની સ્થિતિ અત્યંત દયાજનક બની છે.
કાજળીથી મોંઘન મુવાડા સુધીના રસ્તનુ રિકાપેર્ંિટંગ લાંબા સમયથી અટકેલુ છે. સોૈથી આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, સાલિયાબીડ ગામમાં વર્ષ-૨૦૦૭માં બનેલો મુખ્ય રસ્તો છેલ્લા ૧૯ વર્ષથી રિકાર્પેટ ન થતાં સંપુર્ણ જર્જરિત બની ગયો છે. વાહનચાલકો માટે આ ખાડા-ટેકરા વાળા માર્ગ પરથી પસાર થવુ જોખમી બન્યુ છે. આ ઉપરાંત દિનપ્રતિદિન વધતી અવર જવર છતાં સાલિયાબીડ ગામે કાયમી બસ સ્ટેન્ડની સુવિધા નથી. સાલિયાબીડથી કાજળી જતાં જંગલ માર્ગ પર લાઈટ ન હોવાથી રાત્રે ધનઘોર અંધા હોય છે. જેના કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી વહેલી તકે આ માર્ગોનુ સમારકામ કરાવવામાં આવે અને બસ સ્ટેન્ડ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.