
ગઈ કાલથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં હળવો વરસાદ પડી રહ્યો છે. માળીયા, માંગરોળ, અને ભેસાણને બાદ કરતા જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકામાં એકદમ સામાન્ય અથવા તો હળવો કહી શકાય તે પ્રકારનો વરસાદ નોંધાયો છે.
અત્યાર સુધી જુનાગઢ જિલ્લામાં કુલ ૬૧.૮૧ ટકા વરસાદ નોંધાયો છે. જે જુનાગઢ જિલ્લાની જરૂરિયાત કરતા હજુ પણ ૪૦ ટકાની આસપાસ ઓછો જાવા મળે છે. હજુ પણ જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ જાવા મળે છે, જેથી આગામી દિવસોમાં પણ વરસાદ થાય તેવી તમામ શક્્યતાઓ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે જાઈ શકાય છે.
પાછલા ૪૮ કલાકથી જે રીતે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં બદલાવ જાવા મળી રહ્યો છે, તેવી જ રીતે જુનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પણ વરસાદને લઈને સાનુકૂળ વાતાવરણ ઊભું થતું જાવા મળી રહ્યું છે. ચોમાસાના બે મહિના એકદમ વરસાદ વગર પસાર થયા ત્યારે ૪૮ કલાકથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ ઊભો થયો છે, પરંતુ જે રીતે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ધોધમાર કહી શકાય તે પ્રકારનો વરસાદ પડ્યો છે, તેવો વરસાદ જુનાગઢ શહેર કે જિલ્લામાં હજુ સુધી નોંધાયો નથી.
મળીયા, માંગરોળ અને ભેસાણને બાદ કરતા મોટા ભાગના તાલુકાઓમાં આજે પણ ઝાપટાં રૂપી વરસાદ આવી રહ્યો છે. માળીયા, માંગરોળ અને ભેસાણ આ ત્રણ તાલુકામાં ગઈકાલે (સોમવારે) એક થી બેં ઈચ સુધીનો વરસાદ નોંધાયો. જેને ચોમાસાના દિવસોમાં એકદમ સામાન્ય ગણવામાં આવે છે. હજુ પણ વરસાદી વાતાવરણ સતત આગળ વધી રહી છે, ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ થાય તેવી સંભાવના ઊભી થઈ છે.
આ વર્ષના ચોમાસા દરમિયાન ગઈ કાલ સુધી પડેલા વરસાદની વિગતો પર એક નજર કરીએ તો જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૬૪૫૮ મીમી વરસાદ નોંધાયો છે. જેની ટકાવારી ૬૧.૮૧ થાય છે અને જિલ્લાના તમામ તાલુકા અને ગિરનાર પર્વત પર મળીને કુલ ૨૫૪.૨૯ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી થયો છે. જેમાં તાલુકા વાર વિગતો પર નજર કરીએ તો માણાવદરમાં ૪૮૬ એટલે કે ૧૯.૧૩ ઈંચ, વંથલીમાં ૩૬૦ મિલી મીટર (૧૪.૧૭) ઇંચ, જૂનાગઢ માં ૪૦૩ મિલિમીટર (૧૫.૮૬) ઇંચ ભેસાણ માં ૫૪૯ મીલીમીટર (૨૧.૬૧) ઇંચ, વિસાવદરમાં ૫૧૩ મિલિમીટર (૨૦.૧૯) ઇંચ, મેંદરડામાં ૭૦૪ મિલિમીટર (૨૭.૭૧ ઇંચ), કેશોદમાં ૯૦૩ મીલીમીટર (૩૫.૫૫ ઇંચ) માંગરોળમાં ૧૧૩૪ (૪૪.૬૪ ઇંચ), માળિયામાં ૯૭૫ (૩૮.૩૮ ઇંચ) અને ગિરનાર પર્વતમાં ૭૦૭ મીલીમીટર એટલે કે ૨૭.૮૩ ઇંચ જેટલો વરસાદ ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં નોંધાયો છે.