મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આવેલ કેળામૂળ નજીક રીંગળિયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર ઘટનામાં બાઈક પર સવાર ૨ મહિલાઓના ઘટનાસ્થળે જ કણ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો તેમજ ૧૦૮ ની ટીમ તાત્કાલિક મદદે દોડી આવી હતી. બનાવ અંગે કડાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતના કારણો જાણવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.
કાર અને બાઈકની જોરદાર ટક્કર મહીસાગરના કડાણા તાલુકામાં કેળામૂળ ગામ નજીક રીંગળિયા ગામ પાસે કાર અને બાઈક સામસામે અથડાયા હતા. આ ભયાનક ટક્કરમાં બાઈક પર જઈ રહેલી ૨ મહિલાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને મહિલાઓએ ઈજાઓના કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર કાર્યવાહી ઘટના બની તે સમયે ધમાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ત્વરિત કંટ્રોલ મમાં ફોન કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને બનાવ અંગે માહિતગાર કરી હતી. ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની કામગીરી શ કરી હતી.
પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસ અકસ્માતના પગલે રસ્તા પર લોકોના મોટા ટોળા એકઠા થઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. બનાવની માહિતી મળતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી મૃતકોની ઓળખ મેળવવા તથા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા ઊંડાણપૂર્વક તપાસ શ કરી છે.