કતવારામાં દાગીનાની ચોરી કર્યા બાદ વેચવા નીકળેલા આરોપીને ઝડપ્યો

દાહોદ એલસીબી જયારે જેસાવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોકકસ બાતમી મળી હતી કે, ચોરીના દાગીના વેચવા માટે બે શખ્સો આમલી ગામથી જેસાવાડા-ધાનપુર રોડ પર આવેલા કાળિયા કોતર તરફ જઈ રહ્યા છે. પોલીસે ત્વરિત આયોજનબદ્ધ ગોઠવણ કરી કોર્ડન કરીને બંને શખ્સોને ઝડપી લીધા હતા. પડકયેલા આરોપીઓની ઓળખ લીલેશભાઈ પલાસ અને રમેશભાઇ પલાસ(બંને રહે.સીમાડા ફળિયુ, આમલી ખજુરીયા)તરીકે થઈ છે. પોલીસે તેમની પુછપરછ અને થેલીઓની તપાસ કરતા સોના-ચાંદીના વિવિધ દાગીના મળી આવ્યા હતા. સઘન ૫ુછપરછ દરમિયાન આરોપીઓએ કબુલાત કરી હતી કે, આશરે અઢી મહિના પહેલા તેમણે નવાગામ અને લીમડાબરા વિસ્તારમાં રાત્રિના સમયે મકાનોમાં બાકો‚ પાડી તિજોરીઓ તોડીને દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી પ્રથમ ગુનાનો ‚.૬,૨૬,૫૭૫/-ની કિંમતનો મુદ્દામાલ જેમાં સોનાની ચેઈન, વિંટી, ઝુમખી અને ચાંદીના ઝાંઝર, પાટલા વગેરે અને ગુનાનો ‚.૧,૦૬,૪૦૦/-ની કિંમતનો ચાંદીનો મુદ્દામાલ એમ કુલ ‚.૭,૩૨,૯૭૫/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.