વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ એકવર્ડ બિલ્ડિંગ પાર્કમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા ૩૬ વર્ષિય સુધીરસિંધ ઠાકુર ૧૫ ઓગસ્ટના રોજ રાત્રિએ હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી દુરંતો એકસપ્રેસ ટ્રેનના કોચ નં.-એ/૦૧ ની સીટ નં.-૩૦ પર વડોદરા આવવા માટે રવાના થયા હતા. મુસાફરી દરમિયાન તેઓ પોતાની ચોકલેટી કલરની ટ્રોલી બેગય સીટ નીચે રાખીને સુઇ ગયા હતા. ૧૬ ઓગસ્ટના રોજ સવારે આશરે ૧૦ વાગ્યાના સુમારે ટ્રેન ડેરોલ રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે સુધીરસિંધ ઉંઘમાંથી જાગ્યા હતા. તેમણે સીટ નીચે જોતા પોતાની ટ્રોલી બેગ ગાયબ જણાતા આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ બેગ મળી આવી ન હતી. ચોરાયેલી ટ્રોલી બેગમાં જુના-નવા કપડા, રૂ.૬૩,૬૭૬/-ની કિંમતનુ ૩.૮૨ ગ્રામ સોનાનુ ગણપતિનુ પેન્ડલ, ૪૩,૩૫૫/-કિંમતનુ ૨.૫૫ ગ્રામ સોનાનુ બ્રોચ, પાસપોર્ટ તથા અન્ય પરચુરણ સામાન મળી કુલ રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ હતો. પેસેન્જરની ઉંઘનો લાભ ઉઠાવી અજાણ્યો ચોર ઇસમ રનિંગ ટ્રેનમાં ચોરી કરી નાસી છુટ્યો હતો. આ મામલે વડોદરા રેલ્વે પોલીસ મથકેથી ઝીરો નંબરથી આગળની કાર્યવાહી ગોધરા રેલ્વે પોલીસ મથકે ટ્રાન્સ્ફર કરાતા ગોધરા રેલ્વે પોલીસે ગુનો નોંધ્યો હતો.