કેળા કિંગ ગણાતા બોડેલી તાલુકામાં કેળાની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. અહીંના કેળા બહાર એક્સપોર્ટ થાય છે. ત્યારે ૨૦ કિલો કેળાના ભાવમાં અંદાજે ૫૦ ટકા જેટલો ઘટાડો થતાં કેળાંની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
પખવાડિયા અગાઉ કેળાના ભાવ ૨૦ કિલોના રૂ ૫૦૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. હવે તે ઘટીને રૂ. ૨૫૦ થઈ ગયા છે. ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
બોડેલી તાલુકાના જબુગામ, ચલામલી, સાલપુરા, કોસીન્દ્રા, માકણી, ચાચક, મોડાસર, તાડકાછલા, વાંટા સહિતના ગામોમાં મોટા પાયે બાગાયતી પાકમાં કેળાનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. કેળાનો ઓછો ભાવ મળતા ખેડૂતોએ કેળાના પાકમાં કરેલ ખેડ, ખાતર, દવા, ટીસ્યુના રોપા, પાણી, મજૂરીનો તોતિંગ ખર્ચ કર્યો છે. હવે ખર્ચ કરતાં ઓછો ભાવ મળતા ખેડૂતોના માથે દેવું વધ્યું છે. તેઓ નાસીપાસ થયા છે.
છોટાઉદેપુર જીલ્લા સહિત બોડેલી તાલુકામાં બાગાયતી પાકો પકાવતા ખેડૂતો માટે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કોઈ યોજના આજદિન સુધી બનાવાઈ નથી. ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. હાલ ખેડૂતોના કેળાના પાકનો ભાવ . ૫૦૦થી ગગડીને . ૨૫૦ થયો છે. ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે. બોડેલી તાલુકામાં કેળાના ભાવમાં તોતિંગ ઘટાડો થતાં ખેડૂતો નાસીપાસ થયા છે.
ભાવ ઘટતાં કેળ ઉત્પાદકો પરેશાન ગૌરીવ્રત સહિતના તહેવારો શ થતા કેળાના ભાવમાં ઉછાળો આવે છે. આ વર્ષે પણ જુલાઈની શઆતમાં ભાવ ઉચ્ચ સપાટીએ પહોંચી પખવાડિયામાં જ ભાવ ૫૦ ટકા ગગડી જતા ખેડૂતોની ખુશી લાંબો સમય ચાલી નહીં.
અહીંના કેળા ગુજરાત સહિત અન્ય જીલ્લાઓમાં સહિતના રાજ્યમાં માંગ વધુ હોય છે. કેળાના ભાવમાં એકાએક ઘટાડાના કારણે કેળ ઉત્પાદકો પરેશાન થઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.:- પ્રદિપસિંહ શિનોરા, ખેડૂત, જબુગામ…
કેળાં સમયસર બજારમાં ન પહોંચતાં ભાવ ગગડ્યા ૨૦ કિલો કેળાના ભાવમાં ૫૦ ટકા જેટલો ભાવ ઘટતા ખેડૂતોને નુકસાનથયું છે. જેમાં કેળની એક લુમ તૈયાર કરવા અંદાજે .૧૫૦ જેટલો ખર્ચથાય છે. હાલ કેળાની માંગ ઘટી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.જેમાં ભારે વરસાદના કારણે રોડ, રસ્તા સહિત નદીઓ પરના પુલ તેમજડાયવર્ઝન તૂટવાથી ટ્રાન્સપોર્ટને ભારે અસર થઈ છે. જેનાથી કેળાસમયસર બજારમાં ન પહોંચતા બજારમાં ભાવ બગડી ગયા છે.:- યોગેન્દ્રસિંહ વરણામીયા, ખેડૂત, જબુગામ…