શહેરા, શહેરા તાલુકાના ધમાઈ ગામે આરોપીઓ તું અમારી છોકરી સાથે આડા સંબંધ રાખે છે. તેથી લગ્ન થતાં નથી તેમ કહી લાકડીઓ મારમારી બાઈકને સળગાવી દઈ તેને પણ મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ધમાઈ ગામે રહેતા આરોપીઓ અરવિંદભાઈ પટેલ, અજયભાઈ પટેલ, સચિનભાઈ પટેલ, ગણપતભાઈ પટેલ એ મહેશભાઈ દલપતભાઈ પગીને તું મારી છોકરી સાથે આડા સંબંધ રાખેલ છે. જેથી લગ્ન થતા નથી. તેમ કહી લાકડી વડે મારમાર્યો હતો અને બાઈકને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી અને મહેશને પણ પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.