
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના ઓપરેશન દરમિયાન િંહસક ઘટના સામે આવી છે. ગેરકાયદૃેસર હથિયારોના કેસમાં ઝડપાયેલા એક હિસ્ટ્રીશીટર આરોપીએ પૂછપરછ દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ પર છરી વડે હુમલો કર્યો હતો. આત્મરક્ષામાં કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ઈસાનપુર વિસ્તારના રહેવાસી અને હિસ્ટ્રીશીટર કલીમ શેખને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન જેસીપી શરદ સિંઘલ અને પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એન. ઘાસુરા સહિતની ટીમ હાજર હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપી અચાનક ઉશ્કેરાયો અને પોતાની પાસે રહેલી છરી વડે જેસીપી શરદ સિંઘલ પર હુમલો કર્યો. હુમલામાં જેસીપીના હાથના ભાગે ઈજા પહોંચી હતી. હુમલા બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં જેસીપી શરદસિંઘલ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયિંરગ કર્યું હતું. આ કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે કાબૂમાં આવ્યો. ઈજાગ્રસ્ત જેસીપી શરદ સિંઘલને તાત્કાલિક વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી કુલ ચાર ગેરકાયદૃેસર હથિયારો જપ્ત કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી સહિત ૩૦થી વધુ ગંભીર ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે.