રથયાત્રા પહેલાં ગુજરાત એટીએસને મોટી સફળતા; જૈશ-એ-મોહમ્મદના ૮ આતંકી ઝડપાયા

રથયાત્રા પહેલાં ગુજરાત છ્જીને એક સૌથી મોટી સફળતા મેળવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ’જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા ૮ ખતરનાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાત અને મધ્યપ્રદૃેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓને દૃબોચી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદૃનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહૃાા હતાં. ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહૃાા હોવાનો ખુલાસો થયો છે..

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પકડાયેલા આ તમામ ૮ આરોપીઓ ગુજરાત રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સક્રિયપણે પોતાનું નેટવર્ક મજબૂત કરી રહૃાા હતા. તેઓ રાજ્યમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાનું મોટું કાવતરું ઘડી રહૃાા હતા. જોકે, ગુજરાત છ્જીની સતર્કતાને કારણે આ આતંકીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. સમયસર થયેલી આ ધરપકડને કારણે રાજ્યમાં થનારા સંભવિત મોટા આતંકવાદી હુમલા કે દૃુર્ઘટનાની આશંકા ટળી ગઈ છે.

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ

૧. અહેમદૃ અબ્દૃુલ્લા ગાજીવાલા ઉર્ફે અબુ ઉબૈદૃા (૧૯ વર્ષ)  રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા

૨. ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા (૩૦ વર્ષ)  રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા

૩. મુદૃસ્સીર અબ્દૃુલ્લા ગાજીવાલા ઉર્ફે અબુ અયા (૨૨ વર્ષ)  રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા

૪. ઝકરિયા દૃુર્રાની મોહમ્મદ અમ્માર ઘાઘા ઉર્ફે ઈબ્ને અમ્માર ઉર્ફે ઝકરિયા પાલનપુરી (૨૧ વર્ષ)  રહે. જામિયા અબુલ હસન મદ્રેસા, ખડીયાસણા, સિદ્ધપુર, પાટણ

૫. મુતી ફૌજાન ઈસ્માઈલ દૃાવુવા ઉર્ફે મુતી સાહબ (૪૦ વર્ષ)  રહે. જામિયા અબુલ હસન મદ્રેસા, ખડીયાસણા, સિદ્ધપુર, પાટણ

૬. મોહમ્મદૃ અમીન શેરા ઉર્ફે અમીન પાલનપુરી (૨૧ વર્ષ)  રહે. જામિયા અબુલ હસન મદ્રેસા, ખડીયાસણા, સિદ્ધપુર, પાટણ

૭. મોહમ્મદ અબ્દૃુલ રહમાન સાવદીઉર્ફે મોહમ્મદ પાલનપુરી ઉર્ફે અબુ ઉનીસા (૨૨ વર્ષ)  રહે. જામિયા રહમાનિયા ખાંભિયા, અંભેટા, ચીખલી, નવસારી

૮. બિલાલ દૃુર્રાની મોહમ્મદૃ અમ્માર ઘાઘા ઉર્ફે અબુ દૃુજાના ઉર્ફે અબુ સુફિયાન ઉર્ફે અબુ જુન્દૃાલ ઉર્ફે ઉમર બિન ખત્તાબ (૧૮ વર્ષ)  રહે. વારસી નગર, દૃેવાસ, મધ્ય પ્રદૃેશ

આ તમામ શખ્સો સામે દૃેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદૃી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ એટીએસ દ્વારા આગળની કાયદૃેસરની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને આરોપીઓ પાસેથી મોટી માત્રામાં દૃેશ વિરોધી સાહિત્ય અને અન્ય સંદિગ્ધ સામગ્રી મળી આવી છે. આ સામગ્રીઓ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ કયા પ્રકારના આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાની તૈયારીમાં હતા. હાલમાં છ્જી આ જપ્ત કરાયેલી સામગ્રીનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહી છે.

એટીએસ હવે આ આરોપીઓના નેટવર્કને તોડવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મુખ્યત્વે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે કે આ આતંકીઓ દૃેશ-વિદૃેશમાં કોના કોના સંપર્કમાં હતા અને તેમને આ કામગીરી માટે ક્યાંથી સૂચનાઓ મળતી હતી. આ ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.