વેજલપુર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાની લાલયાવાડી બેંક ખાતા ધારકોને પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ધર્મના ધક્કા

કાલોલ તાલુકાના વેજલપુર ગામે મેહલોલ રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડા શાખાની લાલયાવાડી છેલ્લા એક વર્ષ થી વધુ જેટલા સમયથી બેંક દ્વારા બેંક ખાતા ધારકોને પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે. એક તરફ ડિજીટલની વાતો બીજી તરફ બેંક કર્મચારીઓની મનમાની છેલ્લા કેટલાક સમયથી બેંક ખાતા ધારકોને પોતાના એકાઉન્ટમાં લેવડદેવડ માટેની એન્ટ્રી પાડી આપવામાં ન આવતી હોવાથી બેંક ખાતા ધારકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અવારનવાર ધર્મના ધક્કા ખાવા મજબુર બન્યા છે, તેમ છતાં બેંકના કર્મચારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને બેંક કર્મચારીઓને ખાતા ધારકો દ્વારા પાસ બુક એન્ટ્રી અંગે પૂછ પરછ કરવામાં આવતા એવું જણાવવામાં આવે છે કે, મશીન ખરાબ છે ક્યારે શ‚ થશે તેની ખબર નથી. તમારે પાસ બુકમાં એન્ટ્રી પડાવવી હોય તો દેલોલ કાલોલ ગોધરાની શાખામાં જાવો ત્યાં પાસ બુકમાં એન્ટ્રી થશે તેવા જવાબો આપવામાં આવે છે. જેથી એટીએમ મશીનની બાજુમાં મુકવામાં આવેલ પાસ બુક એન્ટ્રીનું ડીઝીટલ મશીન માત્ર દેખાવ પૂરતું હોય તેવું લાગી રહ્યું છે. ડીઝીટલ મશીનમાં બેંક ખાતા ધારક જાતે પાસ બુક નાખી એન્ટ્રી કરતા હોય છે. તેમ છતાં બેંક કર્મચારીઓ મશીન ચાલુ છે કે, બંધ તેની તકેદારી રાખી ઉચ્ચકક્ષા સુધી કંપ્લેન કરી ખાતા ધારકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવતા નથી. બેંક કર્મચારીઓ માત્ર એસીમાં બેસી બેંક ખાતા ધારકોને અધ્ધર તાલ જવાબો આપી પોતાની નૈતિક જવાબદારી છુટકારો મેળવી રહયા છે. જેથી ઉચ્ચકક્ષાએ થી બેંક કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.