અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક રાત્રિના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે થયેલી જોરદૃાર ટક્કરમાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે અલ્ટો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.
અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દૃોડી આવ્યા હતા. અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, કારમાં સવાર ત્રણેય લોકોના મોત થઈ ચૂક્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ કરવામાં આવી છે. મૃતકોમાં જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા, ભરતભાઈ હરિભાઈ સોજીત્રા અને અસ્મિતાબેન ચતુરભાઈ ગઢીયાનો સમાવેશ થાય છે.
લાઠી પોલીસે મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બસ ચાલકની શોધખોળ શ કરી છે તેમજ મુસાફરોના નિવેદનો પણ નોંધવામાં આવી રહૃાા છે.