દાહોદના વેપારી સાથે અમદાવાદની કં૫નીના ડાયરેકટરે રૂ.૫.૫૧ લાખની છેતરપિંડી કરી

દાહોદમાં અન્નાપુર્ણા રાઈસ એન્ડ પલ્સ મીલના નામે વેપાર કરતા વેપારીએ વિશ્ર્વાસમાં લઈ અમદાવાદની એક કંપનીના ડાયરેકટરે ‚.૫,૫૧,૩૭૫ ની કિંમતનો ધઉંનો લોટ મંગાવી, તેના નાણાં ન ચુકવી છેતરપિંડી આચરી હતી.

દાહોદ શહેરમાં અન્નાપુર્ણા રાઈસ એન્ડ પલ્સ મીલ ચલાવતા બંધનભાઈ દેસાઈ સાથે અમદાવાદની કંપનીના ડાયરેકટરે વિશ્ર્વાસધાત કરી લાખો ‚પિયાની ઠગાઈ કરી છે. ચાંગોદરની લેઝીના ટેકસ પ્રાઈવેટ લિ.ના ડાયરેકટર શોએબ મોહંમદ રફીક કે‚વાલાએ ૨૮ માર્ચે ફોન કરી મોટા જથ્થાનો લોટનો ઓર્ડર આપ્યો હતો. વેપારીઓ વિશ્ર્વાસ જીતવા માટે આરોપીએ ‚.૧૦ લાખના બે સિકયુરિટી ચેક કુરિયર મારફતે મોકલી આપ્યા હતા. આ વિશ્ર્વાસના જોરે વેપારીએ ૪ એપ્રિલે અન્નાપુર્ણા પરિવાર આટા બ્રાન્ડના ૫૦ કિલોના એવા ૪૦૧ કટ્ટા કિ.‚.૫,૫૧,૩૭૫ ના અમદાવાદ મોકલી આપ્યા હતા. માલ મળી ગયા બાદ આરોપીએ એક સપ્તાહમાં નાણાં ચુકવવાનો વાયદો કર્યો હતો. પરંતુ ત્યારબાદ ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુહતુ. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી કે, આરોપીએ વેપારી પાસેથી ‚.૧,૩૭૫ ના ભાવે મંગાવેલો લોટ અમદાવાદના બજારમાં માત્ર ‚.૧,૨૫૦ ના સસ્તા ભાવે વેચી રોકડી કરી લીધી હતી. આ શખ્સ ઠગાઈ કરવાની ટેવવાળો હોવાનુ જણાતા બંધનભાઈએ શોએબ કે‚વાલા વિરુદ્ધ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.