
હાલમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના હવામાનમાં ભારે ઉથલપાથલ જાવા મળી રહી છે. કુદરત જાણે બેવડા મિજાજમાં હોય તેમ એકતરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, તો બીજીતરફ વાદળછાયા વાતાવરણ અને ચક્રવાતની દહેશતે લોકોમાં મૂંઝવણ ઊભી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસો જનજીવન અને ખેતી માટે પડકારજનક સાબિત થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. સામાન્ય રીતે સૂકી ગરમી કરતાં ભેજવાળી ગરમી વધુ પરેશાન કરતી હોય છે.
ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે, અને તેની અસર એકસાથે અનેક રાજ્યોમાં અનુભવાય એવી આગાહી છે. ભારે પવન, વરસાદ અને વાવાઝોડાનું જાખમ વધ્યું છે. કેટલાક પ્રદેશોમાં કરા પણ પડી શકે છે. ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાક રાજ્યોમાં તાપમાનમાં તીવ્ર વધારો થવાની ધારણા છે, જેના કારણે ગરમીની સ્થિતિ શરૂ થશે. એક તરફ તોફાન અને વરસાદનો ભય, અને બીજી તરફ ગરમીમાં વધારો. ત્યારે ગુજરાતનું હવામાન આગામી સમયમાં કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાઈએ.
હવામાન વિભાગની અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ, આગામી બે દિવસમાં તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ૪૨ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના દરિયાકાંઠે વધુ પડતા ભેજને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ અને મે મહિના માટે ચોંકાવનારી આગાહી કરી છે. ૨૬ એપ્રિલથી મે મહિના દરમિયાન અરબ દેશો તરફથી ધૂળની ડમરીઓ સાથેની ‘કાળી આંધી’ ચડી આવવાની શક્યતા છે. ૧૮થી ૨૨ એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટવિટીને કારણે વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક ભાગોમાં વરસાદ કે કરા પડી શકે છે. મે મહિનામાં વાવાઝોડું આવી શકે છે. જી હા… ૧૭ મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડીમાં શક્તિસાળી ચક્રવાત સર્જાવાના સંકેતો છે.બદલાતા હવામાનની સીધી અસર ખેતી પર પડવાની છે. વધતી ગરમીને કારણે મગફળીના પાકમાં ફૂગ અને સુકારો આવવાની ભીતિ છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાકના રક્ષણ માટે આગોતરા પગલાં લે અને વાવાઝોડા કે વરસાદના સમયે ખુલ્લા ખેતરમાં જવાનું ટાળે.