આવકવેરા વિભાગે કચ્છમાં રામી ગ્રુપની હોટલો પર દરોડા પાડતા ચકચાર મચી ગઈ

આવકવેરા વિભાગે ગુજરાતમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગે કચ્છમાં રામી ગ્રુપની હોટલો પર દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે. રામી ભુજમાં શ્રી નિવાસ પેલેસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના આ દરોડાને કારણે હોટલ સંચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આગામી દિવસોમાં દરોડાનો વ્યાપ વિસ્તરી શકે તેમ મનાય છે.

આવકવેરા વિભાગે ગુજરાત અને મુંબઈ તેમજ દેશભરના અન્ય શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કચ્છમાં રામી ગ્રુપની હોટલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે દેશના ૧૦ શહેરોમાં ૩૮ સ્થળોએ પણ દરોડા પાડ્યા હતા. રામી ગ્રુપ દેશભરમાં ૫૨ હોટલ ચલાવે છે.