અમદાવાદના બાકરોલ પાસેથી ૧.૨૦ કરોડના દારૂના જથ્થા સાથે ૧.૫૦ કરોડનો મુદ્દામાલ કબજે

એસએમસીની ટીમે માહિતીને આધારે અમદાવાદના એસ પી રિંગ રોડ, બાકરોલ ક્રોસ રોડ પાસેથી દારૂનો જથ્થો ભરેલી આઈસર ટ્રક કબજે કરી હતી. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી રૂ.૧,૨૦,૦૮,૦૨૫ની કિંમતનો ૫૩૩૬૯ બોટલ દારૂ મળી આવ્યો હતો. તે સિવાય ઘેટાનું ઉન ભરેલી ૧૯૬ બેગ મળી આવી હતી.

આમ ઘેટાના ઉનમાંછુપાવીને દારૂનો જથ્થો લઈ જઈ જવાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો, એક આઈસર ટ્રક વગેરે મળીને કુસ રૂ. ૧,૫૦,૦૮,૦૨૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં છ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સરખેજ પોલીસ સ્ટેશન ચલાવે છે.પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો ચંદીગઢથી ગુજરાતમાં મગાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.