અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ િંહમતિંસહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર તા. ૧ ફેબ્રુઆરીના રોજ રાત્રીના સુમારે દારૂપીધેલી હાલત ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી હતી. જે બાદૃ કારમાં બેઠેલ વિશાલ ગુર્જર દારૂ પીધેલ હોવાનું લોકોને માલુમ પડતા લોકોએ વિશાલને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. તેમજ પોલીસને સોંપ્યો હતો. વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ તરીકે પણ ફરજ બજાવેલ છે. આ સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ મણિનગર પોલીસ સ્ટેશન પાસે સીટી કોર્નર હોટલની બાજુમાં રાત્રીના સુમારે એક કાર ચાલક દ્વારા બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક ગાડી પર લિસોટા પડ્યા હતા. તેમજ એક્ટિવાને નુકસાન થવા પામ્યું હતુ. અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તેમજ અકસ્માત કરનાર વર્ના કારના ચાલકને ગાડીમાંથી બહાર કાઢતા તે દારૂપીધેલ હાલતમાં હોવાનું જાણવા મળતા આજુબાજુના રહીશોએ વિશાલ ગુર્જરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
એક તરફ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવે છે. અને બ્લેક ફિલ્મ લાગેલ કારને રોકીને ફિલ્મ કાઢવામાં આવે છે. ગત રોજ મણીનગરના સીટી કોર્નર પાસે થયેલ અકસ્માતમાં ગાડીને બ્લેક ફિલ્મ લાગેલી હતી. તેમજ કારમાં આગળની બાજુ એનએસયુઆઇની પ્લેટ પણ લખેલ હતી. આ સમગ્ર બાબતે રહીશો દ્વારા તપાસ કરતા અકસ્માત સર્જનાર કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય િંહમતિંસહ પટેલનો ભાણિયો હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો પૂર્વ શહેર પ્રમુખ પણ હતો.
વિશાલ ગુર્જરને રહીશોએ ગાડીમાંથી બહાર કાઢી મેથીપાક ચખાડ્યો હતો. તેમજ મણિનગર પોલીસ સ્ટેશન નજીક હોવાથી મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય જે રાઠોડ પણ સ્થળ પર પહોંચી આરોપીને છોડાવ્યો હતો. આરોપીએ નશાની હાલતમાં પીઆઈ સાથે પણ ગેરવર્તણુક કરી હતી. આ સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.