નાની બાંડીબાર પ્રા. શાળાના બાળકોની માનવતાને વંદન

લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે ભોજન બનાવતી વખતે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડરના રિયુલેટર પાસે ગેસ લેકેજ થતા ભીષણ આગ ફાટી નીકળતા એક પરિવારનું મકાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયુ હતું.

જે બાબતે નાની બાંડીબાર પ્રાથમિક શાળાના બાળકો એ પોતાના ઘરે થી થોડું થોડું અનાજ લાવીને એક અનુકરણીય પહેલ કરેલ છે. પહેલના ભાગરૂપે આગમાં અસરગ્રસ્ત પરિવારની વારે આવી બાળ સેના બાળકોએ પોતાના ઘરે થી મુઠી મુઠી અનાજ એકત્રિત કરીને આગમાં સર્વસ્વ ગુમાવેલ પરિવારની મદદે પહોંચ્યું. તેમની સાથે શાળાનો સમગ્ર સ્ટાફે પણ દુ:ખની ઘડીમાં રાશન કીટ આપી પરિવારની મદદ કરી અને આગમાં સર્વસ્વ ગુમાવેલ રમણભાઈ પ્રતાપભાઈના પરિવારને સાંત્વના પાઠવી હતી. નાની બાંડીબાર ગામે સડક ફળિયામાં રહેતા રમણભાઈ પ્રતાપ ભાઈ ઘરમાં બપોરે જમવાનું બનાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા આગનો ભડકો થયો હતો. જેનાથી તેમનું અનાજ કરિયાણું કપડા તેમજ રોકડ રકમ સહિત તમામ આગમાં ભસ્મી ભૂત થઈ જતા પરિવાર મકાન વિહોણો તેમજ આર્થિક ભીસમાં આવી ગયો એવા સંજોગોમાં ભલ ભલા માનવીના કાળજા કાપી જાય એવી ઘટના બની ત્યારે નાના બાળકોની વેદનાને સલામ છે અને આવી લાગણી ઉપજાવનાર શાળાના સિક્ક્ષકો ને પણ વંદન કેવાય કે સિક્ષણની સાથે સંસ્કારનું પણ આ બાળકોમાં સિંચન કર્યું કેવાય.