ગરબાડા તાલુકાની એકલવ્ય માધ્યમિક શાળા આંબલી ખાતે ટી.બી. તથા રક્તપિત વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધારવાના હેતુસર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટી.બી. અને રક્તપિત વિષયક IEC કાર્યક્રમનું આયોજન

ગરબાડા તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એકલવ્ય માધ્યમિક શાળા આંબલી ખાતે વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધારવાના હેતુસર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટી.બી. તથા રક્તપિત વિષયક IEC કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ટી.બી.ના લક્ષણો, સમયસર સારવાર લેવાની આવશ્યકતા, નિયમિત દવા લેવાના ફાયદા તેમજ રોગથી બચાવના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત પેરા મેડિકલ વર્કર દ્વારા રક્તપિત વિષયક મહત્વપૂર્ણ અને ઉપયોગી માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાંPHC મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઇઝર, પી.એચ.સી.સુપરવાઇઝર,MPHW,FHW તરફથી વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના અંતે પ્રશ્ર્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યોગ્ય જવાબ આપનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ માટે વિચારવિમર્શ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.