દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વિવિધ ગામોમાં ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાસટિયા, કેળકુવા સહિત અન્ય ગામોમાં ખેડૂત માટે તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં પ્રગતીશીલ ખેડૂતો દ્વારા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ, લાભો તથા પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી. રાસાયણિક ખેતીથી જમીન, આરોગ્ય અને પર્યાવરણને થતી નુકસાની અંગે સમજ આપી તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને લાંબા ગાળે જમીનની ગુણવતા જાળવી શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક ખાતર, જીવામૃત, ઘનજીવામૃત, બીજ સારવાર તથા જીવાત નિયંત્રણ માટેની કુદરતી પદ્ધતિઓ અંગે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી.