વેરાવળમાં યોજાઈ જિલ્લાકક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, ૨૭૧ કરોડના એમઓયુ થયા

રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત જ્ર૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના ચાર અલગ અલગ વિસ્તારોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ફય્ઇઝ્ર)નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર રિજિયોનલ કોન્ફરન્સની લેગશીપ ઇવેન્ટ તરીકે વેરાવળની આસોપાલવ લૉન્સ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે ૨૭૦ કરોડથી વધુના એમઓયુ થકી ગીર સોમનાથના વિકાસને વેગવંતો બનાવવા ઉદ્યોગકારો સંકલ્પબદ્ધ થયાં હતા.આ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારે જણાવ્યું કે, આ સમિટના બીજ આજે વટવૃક્ષ બની અને રોકાણના વૈશ્ર્વિક મંચ તરીકે વિસ્તર્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અંતર્ગત માછલી અને કેસર કેરી મુખ્ય છે. અંદાજિત ૧૨૦ જેટલા ઔદ્યોગિક એકમો વેરાવળમાં કાર્યરત છે. તેમજ, આયાત્મિક અને સાંસ્કૃતિક પ્રભાવ ધરાવતી ગીર સોમનાથની આ ભૂમિ નાળિયેરીના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આ જિલ્લામાં અપાર તકો રહેલી છે.

ધોલેરા સેઝના સી.ઈ.ઓ. કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલા શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટની શ્રુંખલાને સથવારે આજે ગુજરાત ઉદ્યોગોનું પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. આ વર્ષથી વાઈબ્રન્ટ સમિટ ગાંધીનગરના બદલે રાજ્યના ચાર ઝોનમાં આયોજીત થઈ રહી છે. જેમાં મહેસાણા ખાતે એક રિજિયોનલ કોન્ફરન્સ પૂર્ણ થઈ છે અને આગામી તા.૧૦-૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે બીજી રિજિયોનલ કોન્ફરન્સ યોજાનાર છે. જેના ભાગરૂપે વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની સમિટ યોજાઈ છે.આગામી ૧૫ વર્ષ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાના છે.ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ખૂબ જ મોટા પ્રોજેક્ટ દેશમાં આકાર લઈ રહ્યાં છે.તેની સાથે ઉદ્યોગોને સાનુકૂળ માનવબળના નિર્માણના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યાં છે. હાઈ એન્ડ મેન્યુફેક્ચરિંગમાં પણ ભારત આગળ વધી રહ્યું છે.જેમાં ધોલેરા ખાતે ટાટા ઉદ્યોગ દ્વારા સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન કરવામાં આવનાર છે.ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ સરળ બનાવવાની ચર્ચા તેમજ સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકાય તે માટેનું મનોમંથન આજની સમિટમાં કરવામાં આવ્યું છે.

કલેક્ટર એન.વી.ઉપાયાયે જિલ્લાકક્ષાની સમિટ યોજવાનો હેતુ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં કેરીથી લઈ મત્સ્યોદ્યોગ સુધીની વિકાસ સંભાવનાઓને યાનમાં રાખીને ભવિષ્યમાં કેવા પ્રકારનું આયોજન હાથ ધરી શકાય તે અંગેનો વિચારવિમર્શ અને મનોમંથન આ સમિટમાં થશે. જેનો લાભ મેળવીને જિલ્લાના ઉદ્યોગકારો અપાર તકને ઝડપી લઈ અને પોતાના સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપે તે માટેની કામના વ્યક્ત કરી હતી. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાને દરિયો, કેસર કેરી અને નાળિયેરના બગીચા તેમજ વિવિધ પાકો થકી ફળદ્રુપતા મળી છે. આ ફળદ્રુપતામાં હવે પ્રાકૃતિકનો નવો આયામ ઉમેરાયો છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી અનેકવિધ ઉત્પાદનોનું ઓર્ગેનિક વેચાણ કરતા થયા છે. આમ કહી ધારાસભ્યએ જિલ્લાના ઔદ્યોગિક એકમ વધુ વિક્સે અને સ્થાનિક લોકોને વધુને વધુ રોજગારી પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ઔદ્યોગિક એકમ કલ્પતરુ ઇન્ડસ્ટ્રીઝના પિયુષભાઈ ફોફંડીએ ગીર સોમનાથ જિલ્લામાં અનેક ઉદ્યોગો વિક્સી રહ્યાં છે, ત્યારે મુખ્યત્વે દરિયા કિનારો ધરાવતા આ જિલ્લામાં એક્વાકલ્ચર ઉદ્યોગની શક્યતાઓ વિશે વિસ્તૃતમાં તેમના વિચાર રજૂ કર્યા હતાં.