
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત પર ટેરિફ બોમ્બ ફેંકી શકે છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે એક બિલ પસાર કર્યું છે જે રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર ભારે ટેરિફ લાદવાનો અધિકાર આપે છે. આ બિલ પસાર થવાથી હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પને રશિયા પર પ્રતિબંધો લાદવાનો અધિકાર મળે છે. તે ભારત અને ચીન જેવા દેશો પર ભારે ટેરિફ લાદવાનો પણ અધિકાર આપે છે જે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદે છે.
આ કાયદો યુએસને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખતા દેશો પર ૧૦૦% સુધી ટેરિફ લાદવાની મંજૂરી આપે છે. યુએસ હાઉસમાં ચર્ચામાં ખાસ કરીને ભારત અને ચીનને મુખ્ય ખરીદદારો તરીકે ઓળખવામાં આવ્યા હતા જે આ જાગવાઈથી પ્રભાવિત થઈ શકે છે.’લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬’, જે ગયા ઓગસ્ટમાં યુએસ સેનેટ દ્વારા પસાર થયું હતું, તેને બુધવારે સાંજે હાઉસ દ્વારા ૨૬૨-૧૫૯ મતથી મંજૂરી આપવામાં આવી હતી અને હવે તે કાયદો બનવા માટે ટ્રમ્પ પાસે જશે.
આ કાયદો રશિયન અધિકારીઓ, નાણાકીય સંસ્થાઓ અને બેંકિંગ અધિકારીઓ સામે સજાનો અવકાશ વિસ્તૃત કરે છે. વધુમાં, આ કાયદો યુએસ રાષ્ટÙપતિને રશિયન પેટ્રોલિયમના પાંચ મુખ્ય આયાતકારો પર ૧૦૦% સુધીના ટેરિફ લાદવાનો નિર્દેશ આપે છે. જા કે, એવા દેશોને છૂટ આપવામાં આવે છે જે રશિયાના કુદરતી ગેસ નિકાસના ૧૫% કરતા ઓછા આયાત કરે છે અને આવી ખરીદી ઘટાડવા માટે નક્કર પગલાં લીધા છે.
ચીન અને ભારત રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદારોમાં હોવાથી, સમર્થકોએ સ્પષ્ટપણે આ બે દેશોને ટેરિફ નિયમોના પ્રાથમિક લક્ષ્યો તરીકે ઓળખાવ્યા છે. જા કે, આ બિલ કોઈપણ દેશના ઉત્પાદનો પર આપમેળે ૧૦૦% ટેરિફ લાદતું નથી. તેના બદલે, જા ડોનાલ્ડ ટ્રમ્પ તેનો અમલ કરે છે, તો તે કારોબારી શાખાને ચોક્કસ કાનૂની શરતો હેઠળ આવા ટેરિફ લાદવાની સત્તા આપે છે. આ બિલ ચીન અને ભારત સહિત અનેક દેશોના ઉત્પાદનો પર ટેરિફ લાદી શકે છે.