તથ્ય પટેલ કેસની ટ્રાયલ દરમિયાન મહત્વનો વળાંક, મારી તબિયત ખરાબ મને જુબાનીમાંથી મુક્તિ આપો,સાક્ષી

તથ્ય પટેલ કેસની ચાલતી ટ્રાયલ દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. કેસના એક મુખ્ય સાક્ષીએ કોર્ટ સમક્ષ લેખિતમાં અરજી કરી છે કે તેમની તબિયત હાલમાં નાઠાક છે, જેના કારણે તેઓ કોર્ટમાં હાજર રહી જુબાની આપી શકશે નહીં. સાક્ષી દ્વારા રજૂ કરાયેલી આ અરજીને યાનમાં લઈ કોર્ટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

કોર્ટએ આ અરજી મુદ્દે જિલ્લા ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને સ્પષ્ટ સૂચના આપી છે કે સાક્ષીની તાત્કાલિક અને વાસ્તવિક ધોરણે મેડિકલ તપાસ કરાવવામાં આવે. તપાસમાં સાક્ષીને વાસ્તવિક રીતે કઈ બીમારી છે, શું તકલીફ છે અને તેઓ હાલ કોર્ટ સમક્ષ હાજર થવા સક્ષમ છે કે નહીં તે બાબતોનું નિષ્ણાત ડોક્ટરો દ્વારા મૂલ્યાંકન કરવાનું રહેશે.

આ ઉપરાંત કોર્ટે ડીવાયએસપીને એક વધારાનો મહત્વપૂર્ણ આદેશ પણ આપ્યો છે—સાક્ષીને કોઈ પ્રકારની ધમકી, દબાણ અથવા પ્રભાવ હેઠળ આ અરજી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે કે નહીં તેની વિગતવાર તપાસ કરવામાં આવે. કોર્ટનો સ્પષ્ટ ભાર છે કે સાક્ષીનો નિવેદન સંપૂર્ણ સ્વેચ્છાએ અને કોઇ પ્રભાવ વિના હોવું જોઈએ. તેથી ડીવાયએસપીને સૂચના આપવામાં આવી છે કે સાક્ષીને વિશ્ર્વાસમાં લઈને પ્રશ્ર્નોત્તરી કરવામાં આવે અને તેઓને જો કોઈએ ધમકી આપી હોય અથવા દબાણ કર્યું હોય તો તેની વિગત કોર્ટને પહોંચાડવામાં આવે.

આ ઘટનાએ તથ્ય પટેલ કેસની ટ્રાયલમાં નવું વળાંક ઉમેર્યું છે, કારણ કે સાક્ષીની જુબાની કેસના આગલા તબક્કાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે મેડિકલ રિપોર્ટ અને ડીવાયએસપીની તપાસના આધારે કોર્ટ આગળની કાર્યવાહી નક્કી કરશે.