સ્ટ્રીંગ ઓપરેશન દ્વારા વહિવટદારો દ્વારા ૧૦૦૦ કરોડથી વધારે રૂપિયાની ગેરકાયેદસર ઉઘરાણીનો પર્દાફાશ ! હપ્તો આપનાર રીક્ષાની અંદર વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે, જે હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે,કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું – “મેં તાજેતરમાં એક સ્પ્રિંગ ઓપરેશન કર્યું હતું જેમાં રિક્ષાવાળા ભાઈ જોડે સંવાદ કર્યો હતો. તેનો સંપૂર્ણ વિડીયો મારી પાસે છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તે વિડીયો હું રજુ તો કરું છું પણ તેમાં રિક્ષાવાળા ભાઈનો ફેસ બ્લર કરી દેવામાં આવેલ છે.

રાવલે વધુમાં જણાવ્યું હતું કે રિક્ષાવાળા ભાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું હતું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રીક્ષા નો રૂ. ૧,૦૦૦ નો હપ્તો લઈ રહી છે અને વાષક રૂ. ૧૨,૦૦૦ ગેરકાયદેસર રીતે ચૂકવવામાં આવે છે કારણકે અમદાવાદની અંદર શટલ રીક્ષા ચલાવવાની પરમિશન નથી. અમદાવાદની અંદર કુલ ત્રણ લાખ રીક્ષાઓમાંથી દોઢ લાખ જેટલી રીક્ષા જો શટલ તરીકે ચાલે છે તે મુજબ માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારના માયમથી ૧૮૦ કરોડ રૂપિયાથી વધારે હપ્તાની ઉઘરાણી થાય છે.

હપ્તો આપનાર રીક્ષામાં વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે, જે હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે અને એવી રીક્ષાઓને પોઈન્ટ પર રોકાતી નથી. દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાય છે અને દિવાળી સમયે ખાસ દીવો સ્વરૂપનું સ્ટીકર લગાડવામાં આવે છે.

હેમાંગ રાવલે જણાવ્યું હતું કે જો માત્ર અમદાવાદના વ્યવહારનો અંદાજ ૧૮૦ કરોડ રૂપિયા વાષક થાય છે તો સમગ્ર ગુજરાતમાં આ ભ્રષ્ટાચારી કૌભાંડ ૧૦૦૦ કરોડ રૂપિયા થી વધુનું હોવાને ઇનકાર કરી શકાય તેમ નથી. એ નિવવાદ છે કે અમદાવાદના રીલીફ રોડ, રતનપોળ, ગાંધીરોડ, કાળુપુર, સ્ટેશન જેવી જગ્યાએ ટેક્સીઓ જવાની ના પાડે છે ત્યારે શેરીંગ રીક્ષા વડે જ સામાન્ય જનતાનું આવાગમન (ટ્રાન્સપોર્ટેશન) સંભવ બને છે. જો આરટીઓના નિયમ મુજબ પેસેન્જર બેસાડવામાં આવે તો રિક્ષામાં પોલીસે (શટલ) શેરિંગ પેસેન્જર તરીકે બેસાડવાની મંજૂરી આપવી જોઈએ જેથી ગરીબ રીક્ષાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતું નેટવર્ક તૂટી પડે અને પેસેન્જરોને પણ લાભ મળે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર પાસે માંગણી કરે છે કે ઉપરોક્ત સ્ટીકર આધારિત હપ્તા ઉઘરાણીના મુદ્દે તાત્કાલિક અને ગંભીર તપાસ કરવામાં આવે.,જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે., ગરીબ રિક્ષાચાલકોને તેમના જીવન નિર્વાહ માટે શેરિંગ પેસેન્જર લઈને ચાલવાની કાયદેસર છૂટ આપવામાં આવે.