
સાંસદ ગેનીબેન ઠાકોરની સોશિયલ મીડિયા પર ખુલ્લી ચીમકી, “પરિણામ ભોગવવા તૈયાર રહેજો”સાંસદ ગેનીબેન ઠાકોરની સોશિયલ મીડિયા પર ખુલ્લી ચીમકી, “પરિણામ ભોગવવા તૈયાર રહેજા”સાંસદ ગેનીબેન ઠાકોરની સોશિયલ મીડિયા પર ખુલ્લી ચીમકી, “પરિણામ ભોગવવા તૈયાર રહેજો”
વાવ-થરાદ વિસ્તારમાં ફરી એકવાર રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર ચર્ચાનું કારણ બન્યા છે. તેમણે આ વખતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (ટ્વીટર) પર એક વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટ કરીને એલસીબી પી.આઈ. એ.પી. ચૌધરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ગેનીબેને આ પોસ્ટમાં અધિકારીને સીધી ચીમકી આપતા લખ્યું છે કે, “પરિણામ ભોગવવા તૈયાર રહેજા.”
ગેનીબેન ઠાકોર પોતાની ધારદાર શૈલી અને આક્રમક મિજાજ માટે જાણીતા છે. તેમણે સોશિયલ મીડિયા પર જે રીતે પોલીસ અધિકારીને આડે હાથ લીધા છે અને “પરિણામ ભોગવવા તૈયાર રહેજા” તેવી ખુલ્લી ચેતવણી આપી છે, તેનાથી બનાસકાંઠાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર આક્ષેપો બાદ પોલીસ વિભાગ અથવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે શું સ્પષ્ટતા આપે છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ-થરાદ જિલ્લાના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને તેમના પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. ગેનીબેને વર્ષ ૨૦૧૭ની ઘટનાને યાદ કરતા જણાવ્યું કે, “એ.પી. ચૌધરી જ્યારે ૨૦૧૭માં સુઈગામમાં ફરજ પર હતા, ત્યારે પણ તેઓ એકતરફી કાર્યવાહી કરતા હતા.”
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ દિયોદર તાલુકા પંચાયતની રાજકીય ખેંચતાણ હોવાનું સામે આવી રહ્યું છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, ન્ઝ્રમ્ પી.આઈ. એ.પી. ચૌધરી દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને તોડવા માટે રાજકીય દબાણ કરી રહ્યા છે. એટલું જ નહીં, સભ્યો પક્ષ બદલે તે માટે તેમના પરિવારોને પણ પોલીસ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો આરોપ સાંસદે લગાવ્યો છે.