સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા ખાતે સાયબર સિક્યુરિટી, સાયબર ક્રાઇમ અને નાણાકીય જાગૃતિ અંગે નો માહિતી દર્શક કાર્યક્રમ સાયબર ક્રાઇમ સેલ, પંચમહાલ -ગોધરાની ટીમ બેંક ઓફ બરોડા (BOB) ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ (GVT) અને RBIઅમદાવાદના માર્ગદર્શન હેઠળ, CAWACH કેન્દ્ર દ્વારા સાયબર સુરક્ષા અને નાણાકીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઈઅઠઅઈઇં કેન્દ્ર એ શિક્ષણ વિભાગના સહયોગથી ગુજરાત સરકારની ગૃહ વિભાગ હેઠળની એક પહેલ છે. ઉપરોક્ત કાર્યક્રમમા સાયબર સેલ, પંચમહાલ ગોધરાની ટીમના PSI આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કોલેજના વિદ્યાર્થીઓમાં સાયબર હાઈજીન, સાયબર ક્રાઈમ, સાયબર સિક્યોરિટી અને સુરક્ષિત ડિજીટલ પદ્ધતિઓ વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વવારા જાગૃતિ આપવામાં આવી હતી. તેમજ સાયબર હુમલાઓને રોકવા માટે સિસ્ટમ સુરક્ષિત કરવા વિશે પણ વિદ્યાર્થી અને અધ્યાપકોને વિશેષ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ બેંકિંગ યોજનાઓ વિશે પણ માહિતી આવરી લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને ઉપરોક્ત કાર્યક્રમ મા પંચમહાલ જીલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસનાPSI પરમાર, માછી અને અન્ય સ્ટાફ મેમ્બર્સ તથા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના ભાનુબેન, પ્રફુલભાઇ ઉપરાંતNABARD DDM રાજેન્દ્રસર વિગેરે સરસ તાલીમ આપી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં સરકારી ઈજનેરી કોલેજ, ગોધરાના આચાર્ય જે.એચ. પંડિતના માર્ગદર્શન હેઠળ પ્રો ડી.પી.પાઠક અને ટીમના પ્પ્રો પી. એલ.પરમાર, પ્રો એ.એફ. ઘેરી, એમ. એલ.ચૌધરી વિગેરે એ આયોજન કર્યું હતું. કાર્યક્રમનું Anchoring (સંચાલન) પ્રો. હાર્દિક શુક્લ એ કર્યું હતું. સાયબર સુરક્ષા સંબંધિત વધુ માહિતી અથવા મદદ માટે ગુજરાત સાયબર ક્રાઈમની અધિકૃત વેબસાઈટની મુલાકાત દ્વારા અથવા સાયબર ફ્રોડની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી શકો છો એવી પણ વિસ્તાર થી માહિતી કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ને મળી હતી.