રાજકોટ વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર, સીરિઝમાં ૧-૧થી બરાબરી, ડેરિલ મિચેલ-વિલ યંગનું દમદાર પ્રદર્શન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝની બીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે ૭ વિકેટથી હરાવી છે. આ જીત સાથે સીરિઝમાં ૧-૧ની બરાબરી થઈ ગઈ છે. ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેિંટગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૮૪ રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને ૨૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે ૪૭.૩ ઓવરમાં ૩ વિકેટના નુકસાન પર ૨૮૬ રન બનાવીને જીત હાંસલ કરી લીધી છે. ડેરિલ મિચેલની અણનમ સદૃી અને િંવલ યંગના ૮૭ રને મેચ પલટી નાખી હતી. આ મેચમાં કેએલ રાહુલે શાનદૃાર બેિંટગ કરતા પોતાની કારકિર્દૃીની ૮મી વનડે સદૃી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. પરંતુ રાહુલના ૧૧૨ રન પણ જીત ન અપાવી શક્યા. જણાવી દૃઈએ કે, વડોદૃરામાં પહેલી મેચ ભારતીય ટીમે જીતી હતી. હવે સીરિઝનો નિર્ણાયક મુકાબલો રવિવારે (૧૮ જાન્યુઆરી) ઇન્દૃોરમાં રમાશે.

ટોપ ઓર્ડરની શ‚આત ટોસ હારીને પ્રથમ બેિંટગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શ‚આત સારી રહી હતી. કેપ્ટન શુભમન ગિલે ૫૬ રન અને રોહિત શર્માએ ૨૪ રન બનાવી પ્રથમ વિકેટ માટે ૭૦ રન જોડ્યા હતા. જોકે, મધ્યક્રમમાં વિરાટ કોહલી (૨૩) અને શ્રેયસ અય્યર (૮) મોટી ઇિંનગ રમવામાં નિષ્ફળ રહૃાા હતા.

રાહુલની લડાયક ઇિંનગ એક સમયે ભારતીય ટીમે ૧૧૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દૃીધી હતી, ત્યારે કેએલ રાહુલે જવાબદૃારી સંભાળી હતી. રાહુલે ૯૨ બોલમાં અણનમ ૧૧૨ રન બનાવ્યા હતા, જેમાં શાનદૃાર ચોગ્ગા અને છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે રવિન્દ્ર જાડેજા (૨૭) સાથે ૭૩ રનની અને નીતીશ કુમાર રેડ્ડી (૨૦) સાથે ૫૭ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદૃારી કરી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી યુવા બોલર ક્રિશ્ર્ચિયન ક્લાર્કે પ્રભાવશાળી બોિંલગ કરતા ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે ઝાકરી ફોલ્કેસે પણ એક સફળતા મેળવી હતી. કિવી સ્પિનરોએ વચ્ચેની ઓવરોમાં રન ગતિ પર અંકુશ રાખ્યો હતો, પરંતુ અંતિમ ઓવરોમાં રાહુલે આક્રમક બેિંટગ કરી ભારતનો સ્કોર ૨૮૦ને પાર પહોંચાડ્યો હતો.

ભારતની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદૃીપ યાદૃવ, અર્શદૃીપ િંસહ, મોહમ્મદૃ સિરાજ

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન: ડેવોન કોન્વે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિચેલ, મિચેલ હે (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ (કેપ્ટન), ક્રિશ્ર્ચિયન ક્લાર્ક, કાઇલ જેમિસન, જેક ફોક્સ, જેડેન લેનોક્સ