રાજકોટ ભાજપના રંગીન મિજાજી કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે બિભત્સ ચેટ વાયરલ

રાજકોટ ભાજપનું નવું સંગઠન જાહેર થયાને હજી માંડ ૨૪ કલાક પણ વીત્યા નથી, ત્યાં રાજકોટથી હલચલ મચાવી દૃે તેવી ખબર આવી છે. રાજકોટ ભાજપના કોર્પોરેટરની ભાજપના જ એક મહિલા કાર્યકર્તા સાથેની બિભત્સ ચેટ વાયરલ થઈ છે. આ વાયરલ ચેટથી રાજકોટ ભાજપમાં ઉહાપોહ મચી ગયો છે.

ભાજપના વોર્ડ નંબર ૧૮ ના કોર્પોરેટર સંજયિંસહ રાણા પોતાના જ વોર્ડની ભાજપની મહિલા સાથે બિભત્સ ચેટ કરતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. કોર્પોરેટર મહિલા સાથે બિભસ્ત વાતો કરતા હોવાની ચેટથી ખળભળાટ મચી ગયો છે. વાયરલ ચેટમાં સ્ક્રીનશોટમાં ભાજપના કોર્પોરેટરનો પણ ફોટો રાખવામાં આવ્યો હતો. એક તરફ ભાજપનું સંગઠન જાહેર થયું અને બીજી તરફ રંગીન મિજાજી કોર્પોરેટરની ચેટ વાઇરલ થઈ છે.

વોર્ડ નંબર ૧૮ના કોર્પોરેટર સંજયિંસહ રાણાની ચેટના સ્ક્રીન શોર્ટ વાયરલ થતા રાજકોટના રાજકારણમાં જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. ભાજપના કોર્પોરેટરની મહિલા સાથે વિવાદૃાસ્પદ ચેટ વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ કોર્પોરેટરના મહિલા કાર્યકર્તાની સાથે ચેટ સામે આવતા અનેક સવાલો ઊભા થયા.