પંચમહાલની જીવાદોરી પાનમ ડેમમાં ૬,૦૦૦ ક્યુસેક પાણીની નવી આવક: જળસપાટી ૧૨૨.૬૫ મીટરે પહોંચી

 પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ,૬૦૦૦ ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ હતી. આ નવી આવક સાથે ડેમની જળસપાટી ૧૨૨.૬૫ મીટરે પહોંચી હતી. પરંતુ ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર હોવાથી હાલ સ્થિતિ સંપૂર્ણ સુરક્ષિત અને નિયંત્રણ હેઠળ છે.

પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણીની નવી આવક નોંધાઈ છે. જળાશયના  ઉપરવાસના વિસ્તારોમાં થયેલા વરસાદને પગલે ડેમમાં ૬,૦૦૦ ક્યુસેક પાણીની નવી આવક થતાં જળસંચયમાં વધારો થયો છે.

હાલમાં પાનમ ડેમની જળ સપાટી ૧૨૨.૬૫ મીટરે પહોંચી છે. નોંધનીય છે કે ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે, જેથી હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. જોકે, ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતાં ડેમમાં નવી પાણીની આવક ધીમી પડી હતી.પાનમ ડેમમાં પાણીની આવક થતાં  ખેડૂતો અને નાગરિકો માટે સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા હળવી થઈ છે. તંત્ર દ્વારા ડેમની જળસપાટી પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.