પંચમહાલમાં જનજાતીય ગૌરવ સપ્તાહનો પ્રારંભ : ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી જનજાતી સમાજના ગૌરવ અને યોગદાનને કરાયું નમન

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ગોધરા જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યું હતું. ત્યારબાદ ચાંચોપા શાળાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીતની પ્રસ્તુતિ સાથે કાર્યક્રમની શ‚આત કરવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા તપન યાજ્ઞિકે પોતાના વક્તવ્યમાં યુવાનોને દેશનું ભવિષ્ય ગણાવી સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમાજને વિભાજિત કરવા માટે જાતિ, પેઢી તેમજ સ્ત્રી-પુરુષ વચ્ચે વિવિધ પ્રકારની ખાઈ ઊભી કરવાના પ્રયાસો થાય છે. આવા પ્રયાસો સામે સમાજને જોડવાની પ્રવૃત્તિઓમાં યુવાનોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે વર્તમાનમાં ચાલી રહેલી જઈંછ પ્રક્રિયા અંગે પણ સમજણ આપતાં જણાવ્યું હતું કે, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે મતદાર યાદી શુદ્ધિકરણની આ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. વર્ષ ૨૦૦૩ બાદ ફરી હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયા અંગે ફેલાતી ગેરસમજ દૂર કરી તેની યોગ્ય સમજ કેળવવી જ‚રી છે.

ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, વ્યક્તિ કેટલું જીવ્યો તે કરતાં તેણે જીવનમાં કેવું કાર્ય કર્યું તે વધુ મહત્વનું છે. ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરમાં એવું ઐતિહાસિક કાર્ય કર્યું કે, આજે સમગ્ર દેશ તેમને યાદ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેનો સમાજના લોકોએ વધુમાં વધુ લાભ લેવો જોઈએ.

કાર્યક્રમમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી ધવલ સંઘાડાએ ઉપસ્થિત મહાનુભાવો, સંગઠનના હોદ્દેદારો અને યુવાનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતંમ કે, આગામી ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ છે. આ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી સમાજ માટેની વિવિધ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

આ પ્રસંગે જનજાતિ સમાજની એક દીકરીએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ઈંઈંઝ કેરળમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનાર આ દીકરીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જનજાતિ સમાજના વિદ્યાર્થીઓને આગળ વધવા માટે શિષ્યવૃત્તિ સહિતની વિવિધ તકો ઉપલબ્ધ છે. રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે શિક્ષણ અત્યંત જરૂરી હોવાથી યુવાનોએ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જોઈએ.

શિક્ષક કિરણભાઈ આમલીયારે પણ પોતાના વક્તવ્યમાં જનજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સહાય અને સરકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે યુવાનોને શિક્ષણનું મહત્વ સમજાવી ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય,પ્રાયોજના અધિકારીશ્રી પટેલ,પ્રમુખ નિર્મિત દેસાઈ સહિતના મહાનુભાવો, સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.