
મહેસાણામાંથી ફરીથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. મહિના પહેલા જ વડનગરમાંથી ડબ્બા ટ્રેડિંગ પકડાયા પછી વિસનગરના વાઘાજીપુરા ગોઠવા નજીક આ ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. મોરવાડ રોડ પર સેવાળિયાના તળાવમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. માર્કેટ પલ્સ, ટ્રેડ કરો એપ્લિકેશન પર ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા.
શેરબજારના કોઈપણ લાઇન્સ વગર જ ડબ્બા ટ્રેડિંગ ચાલતુ હતુ. એપ્લિકેશનોમાં બજારના ભાવની વધઘટ જોઈને ટિપ્સ આપવામાં આવતી હતી. શ્યામ સ્ટોક એડવાઇઝર રાજકોટના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી હતી. આ ડબ્બા ટ્રેડિંગ દ્વારા શેરબજારમાં વધુ કમાણી કરાવી આપવાની ટિપ્સના નામે ઠગાઈ કરવામાં આવતી હતી.
આરોપીઓ બેક્ધ ખાતાઓમાં રૂપિયા નંખાવી છેતરપિંડી આચરતા હતા. કરણ, મેહુલ અને કૌશિક ઠાકોર નામના બોગસ એજન્ટો ઝડપાયા હતા. મયૂર પટેલ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસને ઝડપેલા ડબ્બા ટ્રેડિંગને પોલીસની મહત્વની સફળતા માનવામાં આવે છે. તેના કારણે વધુ લોકો ડબ્બા ટ્રેડિંગના સાણસામાં સપડાતા બચી ગયા છે.
મહેસાણા જિલ્લાના વડનગર પંથકમાં ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર ધંધો ફૂલીફાલી રહ્યો છે, જ્યારે પોલીસે આ વિસ્તારમાં શેરબજારના નામે અનેક વખત છેતરપિંડી કરનારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જો આપણે વિગતવાર જાણવા માંગીએ તો, વડનગર પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક લોકો સાબલપુર ગામના નવાઘર રોડ પર ખુલ્લી જગ્યામાં સંપર્ક નંબરોની યાદી લઈને અને લોકોના મોબાઇલ ફોન પર ફોન કરીને અને તેમના મોબાઇલ ફોન પર માર્કેટ પલ્સ એપ્લિકેશન દ્વારા શેરબજારમાં વધઘટ બતાવીને, શેરબજારમાં વધુ પૈસા કમાવવાનું વચન આપીને લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. પોલીસને માહિતી મળી હતી કે તેઓ કોઈપણ સ્ટોક માર્કેટ લાઇસન્સ વિના શેરબજારમાં વેપાર કરીને લોકોને છેતરપિંડી કરી રહ્યા છે, ત્યારબાદ પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે ઠાકોર અમિતજી રમણજી, ઠાકોર ગૌરવજી રમણજી (બંને રહેવાસીઓ સાબલપુર) અને ઠાકોર સાહિલ (રહે. સુધિયાણા) પાસેથી કુલ ૬ મોબાઇલ ફોન અને સંપર્ક નંબરો ધરાવતી એકાઉન્ટિંગ નોટબુક જપ્ત કરી હતી અને ૩૦,૫૦૦ રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી.